GSTV

કોરોનાકાળમાં ઈંડસ્ટ્રીઝ પર ડબલ માર, સરકારે ઓક્સિજન પર 50 ટકાનો કાપ મુક્યો

વડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેથી દર્દીઓને વધુ ઓક્સિજનની જરૂરીયાત પડી રહી છે. જો કે મેડિકલ ઓક્સિજનની ખેંચ વર્તાતા ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પર કાપ મૂકાયો છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની હાલત બગડી છે.

કોરોનાના દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઇન્ડસ્ટ્રીઝમાં પુરા પાડવામાં આવતા ઓક્સિજન ઉપર 50 ટકાનો કાપ મૂક્યો છે. જેને પગલે વડોદરામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે.


સાયન્ટીફીક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીના સંચાલકોએ જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે અમને પણ ઓક્સિજનના સિલિન્ડર્સ આપીને યુનિટોને જીવાડો. હાલમાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો પૂરો પડાયા પછી જ ઈન્ડસ્ટ્રીઝને જથ્થો આપવા માટે જણાવાયું છે.

છેલ્લા 5 દિવસથી અમલમાં આવેલા આ આદેશના પગલે ઓક્સિજનના ઉપયોગનો ઉપયોગ કરતી નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. પુરતો ઓક્સિજન નહીં મળે તો અનેક યુનિટો બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

લોકડાઉન બાદ શરૂ થયેલા ઉદ્યોગોમાં ઓક્સિજનની માંગ વધતા હોસ્પિટલોમાં જથ્થો આવી શક્તો ન હતો. ગોત્રી હોસ્પિટલમાં આ મુદ્દે બે વાર કટોકટી ઉભી થતાં નોડલ ઓફિસરે કોરોના OSDનું ધ્યાન દોરતાં વડોદરાથી સરકારમાં આ મુદ્દે અસરકારક રજૂઆત થઇ હતી. જેને પગલે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઓક્સિજન બનાવતી કંપનીઓને જ પોતાના ઉત્પાદનનો 50 ટકા જથ્થો મેડિકલ હેતુ માટે જ પૂરો પાડવો તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!