GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત ઉપર મેળવાયું નિયંત્રણ, નેશનલ ટાસ્ક ફોર્સે ઘણી મહેનત કરવી પડશેઃ સંજય રાઉત

Last Updated on May 12, 2021 by Harshad Patel

મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ઓક્સિજનની અછત અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, આજે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની કોઈપણ પ્રકારની અછત નથી. આજે સરકારે ઓક્સિજનની અછત પર નિયંત્રણ મેળવ્યુ છે. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના એ આદેશને યોગ્ય ગણાવ્યો. જેમા સુપ્રીમે દેશમાં ઓક્સિજનની ફાળવણીને કારગર બનાવવા માટે  12 સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સને મહત્વના નિર્દેશ આપ્યા હતા.

દેશના કેટલાક રાજ્યોમાં ઓક્સિજનની અછત

સંજય રાઉતે વધુમાં જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર બાદ દેશના અન્ય રાજ્યમાં ઓક્સિજનની અછતને દૂર કરવા માટે નેશનલ ટાસ્ક ફોર્સે ઘણી મહેનત કરવી પડશે. આજે દેશના કેટલાક રાજ્યોમાં ઓક્સિજનની અછત છે. જેના માટે  સુપ્રીમે એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે.  જે ઓક્સિજનની ફાળવણી પર સીધી નજર રાખે છે.

કોરોનાની બીજી લહેરમાં સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રથી હવે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં 2-3 દિવસમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ તો મુંબઈમાં સતત બીજા દિવસે કોરોનાના 2 હજારથી ઓછા નવા કેસ મળ્યા છે. રાજ્યમાં સોમવારે 37 હજાર 236 નવા દર્દીઓ મળ્યા હતા. જ્યારે મુંબઈમાં 1 હજાર 794 નવા કેસ મળ્યા હતા. જ્યારે મંગળવારે રાજ્યમાં કોરોનાના 40 હજાર 956 અને મુંબઈમાં માત્ર 1 હજાર 717 નવા કેસ મળ્યા હતા. મુંબઈમાં 24 કલાકમાં 6 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા હતા. અહીં હજુપણ 40 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મુંબઈ

મુંબઈમાં ઘટ્યું કોરોનાનું જોર

મુંબઈ સહીત રાજ્યમાં ગત 2-3 દિવસોના આંકડાઓ પર નજર કરીયે તો એમ લાગી રહ્યું છે કે કોરોના વાયરસનું ડાઉનફોલ શરૂ થઇ ગયું છે. ખાસકરીને મુંબઈમાં સતત બીજા દિવસે 200થી ઓછા અને રાજ્યમાં 40 હજારની આસપાસ કેસ આવ્યા છે.રાજ્યમાં સોમવારે 1 લાખ 92 હજાર 330 ટેસ્ટિંગ કરવામાં આવ્યા એમાંથી 37236 લોકો સંક્રમિત મળી આવ્યા. તો મુંબઈમાં 23061 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 1794 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા.

વધુ ટેસ્ટિંગ છતાં ઓછા કેસ

ટેસ્ટિંગમાં વધારો કરવા છતાં મુંબઈમાં કેસ ઓછા થયા છે. જયારે રાજ્યમાં નવા કેસમાં થોડા વધ્યા હોવાનું જોવા મળે છે. સંક્રમિતોની સંખ્યા ભલે રાહત આપે પરંતુ મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો નથી.

રાજ્યમાં 24 કલાકમાં 40956 નવા કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા  24 કલાકમાં 40 હજાર 956 નવા કેસ સામે આવ્યા છે તો 71 હજાર 969 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. હવે કુલ 5 લાખ 58 હજાર 996 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.98 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 51.79 લાખ લોકો સંક્રમિત થયા હતા. માત્ર મુંબઈની વાત કરીયે તો છેલ્લા 24 કલાકમાં અહીં 1717 નવા કેસ સામે આવ્યા છે. 6082 દર્દીઓ સાજા થયા છે અને 51 લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 6.79 લાખ લોકો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ચુક્યા છે જયારે 14 હજાર લોકોના મોત થયા છે. હાલ 40162 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!