GSTV

વાહ રે તંત્ર/ શહેરની સોલા સિવિલમાંથી સામે આવ્યું ઓક્સિજન કૌભાંડ, ઓક્સિજનની અછત વચ્ચે કટકી બાજો સક્રિય

અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો છે. હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વચ્ચે કટકીબાજો સક્રિય થયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ તારીખે બે અલગ અલગ ઓક્સિજનની ખરીદી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે એક જ કંપની પાસેથી એક જ દિવસના અલગ અલગ ભાવના બે બિલ ચૂકવવામાં આવ્યા છે. જેમાં પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ આર. એમ. જીતિયાના સમયે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ આર. એમ. જીતિયાના સમયે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું

પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ આર. એમ. જીતિયાના સમયે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું

જીએસટીવીને હાથ ઓક્સિજન કૌભાંડના બિલ લાગ્યા છે. જે મુજબ 5 ફેબ્રુઆરીના દિવસે બે અલગ અલગ ભાવના બિલ બનાવી ઓક્સિજનની ખરીદી કરવામાં આવી છે. એક બિલમાં પ્રતિ ક્યુબિક પર મીટર ઓક્સિજનના 10.67 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે કે બીજા બિલમાં પ્રતિ ક્યુબિક પર મીટર ઓક્સિજનના 14.10 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે… એક જ દિવસમાં એક બિલ 2.41 લાખ રૂપિયાનું થયું… જ્યારે કે બીજું બિલ 1.09 લાખ રૂપિયાનું થયું… મહત્વનું છે કે છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી એક જ કંપની પાસેથી ઓક્સિજનની ખરીદી કરવામાં આવે છે.

કૌભાંડ ના બિલ Gstv ના હાથે લાગ્યા

  • અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ
  • ઓકસીજનની અછત વચ્ચે કટકી બાજ સક્રિય
  • સોલા સિવિલ હોસ્પિટલમાં એક તારીખે બે અલગ અલગ ઓકિસજન ખરીદી..
  • એકજ કંપની પાસેથી એકજ દિવસ ના અલગ અલગ ભાવ ના બે બિલ ચૂકવવામાં આવ્યા
  • પૂર્વ સુપરિટેન્ડેન્ટ ડૉ.આર.એમ.જીતિયાં ના સમયે આચરવામાં આવ્યું કૌભાંડ
  • કૌભાંડ ના બિલ Gstv ના હાથે લાગ્યા

ઓકસીજનની અછત વચ્ચે કટકી બાજ સક્રિય

  • 5 ફેબ્રુઆરી ના દિવસે બે અલગ અલગ બાવના બિલ બનાવી ઓકિસજન ખરીદી માં કરવામાં આવી કડકી.
  • એક બિલમાં પતિ ક્યુબીક પર મીટર એ ઓકિસજન ના 10.67 રૂપિયા ચૂકવવામાં આવ્યા.
  • જ્યારે બીજા બિલમાં પતિ ક્યુબીક પર મીટર એ 14.10 રૂપિયા ચૂકવવા આવ્યા
  • એકજ દિવસ માં એક 2,41,676.82 રૂપિયા નું ઓકિસજન ખરીદી નું બિલ અને બીજું 1,09,961.61 રૂપિયાનું ઓકિસજન ખરીદી નું બિલ
  • છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમય થી એકજ કંપની પાસેથી સોલા સિવિલ હોસ્પિટલમાં ખરીદવામાં આવે છે ઓકિસજન
  • કોરોના કહેર વચ્ચે માનવતા નેવે મૂકી કૌભાડ આચરવામાં આવ્યા

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

ઓનલાઇન મેડિસીનના વેચાણના કારણે સ્થાનિક દવા વેપારીઓને ભારે નુકસાન

Nilesh Jethva

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!