GSTV

ઓક્સિજન સંકટ/ મોદી સરકારે હાથ અદ્ધર કર્યા, સ્વાસ્થ્ય એ રાજ્યોનો વિષય : સરકાર સામે આવી શકે છે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ

MODI

Last Updated on July 21, 2021 by pratik shah

કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવે એક પણ મોત થયું નથી તેવુ નિવેદન સરકારે રાજ્યસભામાં આપ્યા બાદ નવો વિવાદ છેડાયો છે. વિરોધ પક્ષો આ નિવેદન પર પસ્તાળ પાડી રહ્યા છે ત્યારે આજે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, સરકાર તરફથી સંસદમાં જે ઉત્તર આપવામાં આવ્યો છે અને તેમાં ત્રણ વાત સ્પષ્ટ છે. સ્વાસ્થ્ય એ રાજ્યોનો વિષય છે. કેન્દ્ર સરકારે રાજ્યો દ્વારા જે ડેટા આપવામાં આવ્યા તે જ રજૂ કર્યા છે અને કોઈ પણ રાજ્યે ઓક્સિજનની કમીથી મોત થયું હોવાનું કહ્યું હતું.

ઓક્સિજન

રાહુલ ગાંધી માત્ર ટ્વિટર ટ્રોલની જેમ કામ કરી રહ્યા છે

તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી માત્ર ટ્વિટર ટ્રોલની જેમ કામ કરી રહ્યા છે અને લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છે. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તેમણે પણ ઓક્સિજનથી કોઈ મોત નહીં થયું હોવાનુ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે આખા દેશમાં સૌથી મોટું સંકટ ઓક્સિજનનું અને હોસ્પિટલ બેડની અછતનું હતું. લોકોની ઓક્સિજન માટે મારામારી આખા દેશમાં જોવા મળી હતી અને સુપ્રીમ કોર્ટે પણ દરમિયાનગીરી કરવી પડી હતી.

રૂપિયા

વિપક્ષો મોદી સરકાર પર માછલા ધોઈ રહ્યા છે

દરમિયાન સરકારના નિવેદન બાદ વિપક્ષો મોદી સરકાર પર માછલા ધોઈ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું હતું કે, સરકાર સંસદ થકી દેશને ગેરમાર્ગે દોરી રહી છે. અમે સરકાર સામે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવીશું.

ઓક્સિજનની જ નહીં પણ સત્ય અને સંવેદનશીલતાની પણ અછત

રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે, ઓક્સિજનની જ નહીં પણ સત્ય અને સંવેદનશીલતાની પણ અછત હતી અને આજે પણ અછત છે. દિલ્હીના સ્વાસથ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, અમે ઓક્સિજનની અછતથી થયેલા મોતની તપાસ કરવા માટે એક કમિટી બનાવી હતી પણ તપાસ માટે ઉપરાજ્યપાલે મંજૂરી આપી નહોતી.

જોકે દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, તામિલનાડુ, છત્તીસગઢ અને ગોવા સહિતના રાજ્યોએ નિવેદન આપ્યું છે કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન સંકટ સર્જાયું હતું પણ તેના કારણે કોઈના મોત થયા હોવાનું નોંધાયું નથી.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

બાપ રે! મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર, તાલિબાન-ISI કનેક્શનની આશંકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!