બ્રિટનની દવા કંપની એસ્ટ્રાજેનેકાના કહેવા પ્રમાણે તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાયરસની વેક્સિનના લાખો ડોઝનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. વધુમાં જણાવ્યું કે, બ્રિટન, સ્વિત્ઝરલેન્ડ, નોર્વેની સાથેસાથે ભારતમાં પણ આ વેક્સિનનું નિર્માણ કરાઈ રહ્યું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ AZD1222 નામથી કોરોનાની વેક્સિન તૈયાર કરી છે. શરૂઆતની ટ્રાયલમાં વેક્સિનનું પરિણામ સારૂં આવી રહ્યું છે અને આગલા રાઉન્ડનું ટ્રાયલ હજુ ચાલું છે.

….તો વેક્સિન બેકાર જશે
એસ્ટ્રાજેનેકાના સીઈઓ પૈસ્કલ સોરિઅટના કહેવા પ્રમાણે તેઓ વેક્સિન નિર્માણ શરૂ કરી રહ્યા છે જેથી પરિણામ આવે ત્યારે તેમના પાસે વેક્સિન તૈયાર હોય. જોકે વેક્સિન કામ નહીં આપે તો ઉત્પાદન બેકાર જશે તે જોખમ પણ રહેલું છે. વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી WHO મહામારીના અંતની જાહેરાત નહીં કરે ત્યાં સુધી કંપની વેક્સિન નિર્માણથી કોઈ લાભ નહીં કમાય.
પૈસ્કલના કહેવા પ્રમાણે તેમણે ભારતની સીરમ ઈન્સ્ટિટ્યુટ સાથે એક અબજ વેક્સિન ડોઝના ઉત્પાદનનો કરાર કરેલો છે. વર્ષ 2021 સુધીમાં એક અબજ વેક્સિનનો ડોઝ તૈયાર કરવાનો લક્ષ્ય છે. ત્યારે 2020ના અંત સુધીમાં 40 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે. સપ્ટેમ્બર સુધીમાં આખી દુનિયાની ફેક્ટરીમાં વેક્સિનના લાખો ડોઝ તૈયાર થઈ જશે. જ્યારે 2021ના મધ્યગાળા સુધીમાં બે અબજ ડોઝ તૈયાર થઈ જશે.

40 કરોડ વેક્સિન સપ્લાયનો કરાર
એસ્ટ્રાજેનેકા કંપનીએ અમેરિકાને 40 કરોડ વેક્સિન સપ્લાય કરવાનો કરાર કર્યો છે જ્યારે તે બ્રિટનને 10 કરોડ વેક્સિન આપશે. જોકે વેક્સિનની સપ્લાય ઓક્સફોર્ડની સફળતા પર નિર્ભર છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઓગષ્ટ મહીના સુધીમાં વેક્સિનનું ફાઈનલ પરિણામ જાહેર કરી શકે છે. શરૂઆતમાં AZD1222 વેક્સિનનું પરીક્ષણ 18થી 55 વર્ષની ઉંમર ધરાવતા 160 સ્વસ્થ લોકો પર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા અને ત્રીજા ચરણનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગના ત્રીજા તબક્કામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી બાળકો અને વડીલોને પણ સામેલ કરી રહી છે અને કુલ 10,260 લોકો પર વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવશે.
Read Also
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ
- Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ
- તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા
- ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ