ભારતમાં કોરોના વેક્સિન મામલે હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં લોકો કોરોના વેક્સિનની આશા લઈને બેઠા છે. આ બાબતે લોકોને સૌથી વધારે આશા ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિનની છે. જે હ્યુમન ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. ભારતમાં ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોને આ વેક્સિન લગભગ 225 રૂપિયામાં મળી શકે છે. દુનિયામાં કોરોના વેક્સિન વિકસીત કરવામાં કંપનીઓ અને દેશ સૌથી આગળ છે. જેમાં અમેરિકાની મોડર્ના, રશિયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌથી આગળ છે.
ભારતમાં આ વેક્સિન કોવીશીલ્ડના નામથી વેચાણ થશે
વેક્સિન બનાવવાની દુનિયાની સૌથી મોટી કંપની શુમાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત કરવામાં આવી રહેલી કોરોના વેક્સિનમાં પાર્ટનર છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસીત કરાનાર વેક્સિનની સફળ ટ્રાયલ પછી સીરમ ઈન્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતમાં મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરશે. ભારતમાં આ વેક્સિન કોવીશીલ્ડના નામથી વેચાણ થશે. અને તેની કિંમત 1,000 રૂપિયા સુધીની હોઈ શકે છે.

સીરમ કંપની કોરોના વેક્સિન ભારતમાં ફક્ત 225 રૂપિયાના દરથી વેચી શકે છે
અન્ય એક દાવા મુજબ સીરમ કંપની કોરોના વેક્સિન ભારતમાં ફક્ત 225 રૂપિયાના દરથી વેચી શકે છે. સુરક્ષા મંજૂરી મળ્યા બાદ ઓછી આય ધરાવતા દેશોમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા સીઓવીઆઈડી 19 વેક્સીનને ફક્ત 3 ડોલર એટલે કે લગભગ 225 રૂપિયામાં લોકોને આપી શકાય છે. કંપની આટલી સસ્તી કિંમતે રસી કેવી રીતે ઉપલબ્ધ કરાવશે. તો આ સવાલનો જવાબ છે. વેક્સિન તૈયાર કરનારી કંપનીને લગભગ 150 મિલિયન ડોલરનું જોખમ ફંડ આપવામાં આવી રહ્યું છે. આ પૈસાથી સીરમ કંપનીના વિનિર્માણમાં થતા ખર્ચને ઘટાડી શકાશે.
વાયરસના વ્યાપક સંક્રમણે સમગ્ર દુનિયાને અનિશ્ચિતતામાં નાંખી દીધું
વાયરસના વ્યાપક સંક્રમણે સમગ્ર દુનિયાને અનિશ્ચિતતામાં નાંખી દીધું છે. સમગ્ર દુનિયામાં રસીકરણ અને મહામારી રોકવા તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. ઓક્સફોર્ડ વિશ્વ વિદ્યાલયની વેક્સિન છેલ્લા સપ્તાહમાં ભારતમાં 2 જા અને 3જા તબક્કામાં શરૂ કરવાની અનુમતિ મળી છે. ભારતમાં નોવાક્સિનના પરિક્ષણ માટે હાલ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
READ ALSO
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ