GSTV
Home » News » ફાર્માસ્યુટિકલ કેડિલાનો હાઈપ્રોફાઈલ મામલો, પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ઘરનો ઝઘડો

ફાર્માસ્યુટિકલ કેડિલાનો હાઈપ્રોફાઈલ મામલો, પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ઘરનો ઝઘડો

દેશ દુનિયામાં જાણીતા ફાર્માસ્યુટિકલના માલિક અને તેમના પત્ની વચ્ચે ઝઘડાનું આખરે પોલીસ સ્ટેશનમાં સમાધાન થયુ છે. પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો આ હાઈપ્રોફાઈલ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ફાર્માસ્યુટિકના માલિકના પત્ની પોતાના પતિ સામે માર મારી ત્રાસ આપવાની મૌખિક ફરિયાદ કરી. જે બાદ ફાર્માસ્યુટિકલના માલિકને પૂછપરછ માટે સોલા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. પોલીસે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કર્યું. એસીપી એસ.એન.ઝાલા અને સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ. પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. 6 થી 7 કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ બંને પતિ પત્ની વચ્ચે સમાધાન થયુ હતું. આ ડ્રામા દરમ્યાન પરિવારજનો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ઉપરાંત એક અજાણી મહિલા પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ મહિલા કોણ છે અને તેનો આ સામગ્ર ડ્રામામાં શુ રોલ છે તે અંગે અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકના પુત્રને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવાયો હતો. જેનો ચહેરો મિડિયામાં ન આવે તે માટે તેમના પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડે છત્રી આડી રાખીને તેમને પોલીસ સ્ટેશનમાં અંદર અને બહાર લઈ ગયા હતા. હાઈપ્રોફાઈલ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા સોલા પોલીસ સ્ટેશન બહાર લક્ઝુરિયસ ગાડીઓનો કાફલો જમા થઈ ગયો હતો. વકીલ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ બન્ને વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. હાઈપ્રોફાઈલ કેસ હોવાથી પોલીસે મીડિયાને પણ દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

ગણતંત્ર દિવસે આસામમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ, કોઈ જાનહાની નથી થઈ

Pravin Makwana

દિલ્હી: અમિત શાહની સામેજ CAAનો વિરોધ કરી રહેલા યુવકને લોકોએ માર માર્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!