GSTV

જૂની કારો વેંચનારી કંપનીના માલિકે એક દિવસમાં કરી અધધ… 51,471 કરોડ રૂપિયાની કમાણી, પિતા ચલાવતા હતા દારૂની દુકાન

જૂની કારો વેચતી કંપની કારવાં કો.ના ચીફ એક્ઝિક્યુટિવ અર્નેસ્ટ ગાર્સિયા -2 એ એક જ દિવસમાં રૂ. 51,471 કરોડ (7 અબજ ડોલર)ની કમાણી કરી. આનાથી તેની કુલ સંપત્તિ વધીને રૂ. 1,58,825 કરોડ (21.6 અબજ ડોલર) થઈ ગઈ છે. હકીકતમાં, તેમની કંપનીનો શેર મંગળવારે 32 ટકા વધ્યો હતો અને કારવાને એક દિવસમાં 7 અબજ ડોલરની કમાણી કરી હતી. આ સાથે, આર્નેસ્ટ ગાર્સિયા -2 અને તેનો પુત્ર અર્નેસ્ટ ગાર્સિયા -3 અમેરિકાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. જણાવી દઈએ કે અર્નેસ્ટ ગાર્સિયા -2 ના પિતા ન્યૂ મેક્સિકોમાં દારૂની દુકાન ચલાવતા હતા.

કાર રેટ ઉપર દેનારી કંપની ખરીદીને બનાવી કારવાં

અરનેસ્ટ ગાર્સિયાની કંપના કારવાં ઓનલાઈન જૂની કાર વેચી રહી હતી. બ્લુમબ્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે આ બંને પિતા-પુત્રની સંપત્તિ 1,58,825 કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે. જણાવી દઈએ કે, અરનેસ્ટ ગાર્સિયા-2ના પિતા અરનેસ્ટ ગાર્સિયા-1 ન્યુ મૈક્સિકો સીટીમાં દારૂની દુકાન ચલાવે છે. અરનેસ્ટ ગાર્સિયા-2ને ભણવામાં મન લાગી રહ્યું ન હતું. તેને વચ્ચેથી ભણવાનું છોડુ દીધું હતું. જો કે, બાદમાં તેણે એરીજોના યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે 1991માં કાર રેન્ટ ઉપર દેનારી નાદારી કંપની અગલી ડકલિંગને ખરીદી અને તેને જૂની કાર વેચાણ કંપનીમાં ફેરવી હતી.

કારવાંને 1996માં NASDAQમાં કરાવી રજીસ્ટર

કારવાંએ આવા લોકોને કાર વેચવાનું અને ધીરાણ આપવાનું શરૂ કરી દીધું કે જેનો ખરાબ ક્રેડિટ સ્કોરના કારણે બેંકો કાર લોન દેતી ન હતી. કારોબારમાં જ્યારે તેજી આવી તો 1996માં તેણે પોતાની કંપનીનું લિસ્ટીંગ NASDAQમાં કરાવ્યું. તે બાદ તેણે પોતાની કંપનીનું નામ બદલીને Carvana Co. કરી દીધું હતું. અને 2017માં તેને પબ્લીક કરી દીધી હતી. કોરોના વાયરસના કારણે મોટાભાગના અમેરિકી લોકો ઓનલાઈન ન્યુઝ્ડ કાર ખરીદી રહ્યાં છે. તેનાથી કંપનીના શેરમાં આ વર્ષે અત્યારસુધીમાં 150 ટકાનો વધારો થયો છે.

કંપનીની કમાણી 28,676 કરોડ રૂપિયાએ પહોંચી

અરનેસ્ટ ગાર્સિયા-3 કારવાંના સીઈઓ છે. બ્લુમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે તેની સંપત્તિ 15 બિલિયન ડોલર અને તેના પુત્રની સંપત્તિ 6.21 બિલિયન ડોલર છે. કંપનીની કમાણી 2019માં બમણી થઈને 28,676 કરોડ રૂપિયા (3.9 બિલિયન ડોલર) સુધી પહોંચી ગઈ છે. આ દરમયાન કંપનીએ બે લાખ જૂની કારોને વેંચી. કંપનીનું લક્ષ્ય દર વર્ષે 20 લાખ જૂવી કારો વેચવાનું છે. કારવાંનો માર્કેટ કેપ 2,66,179 કરોડ રૂપિયા (.2 36.2 અબજ) છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેંજ (નાસ્ડેક) પર મંગળવારે કંપનીનો શેર 32 ટકા વધ્યો છે.

Related posts

ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોને નથી કોઈ રસ, APMCમાં ખેડૂતો ન આવતા અધિકારીઓ રાહ જોઈ બેસી રહ્યા

Pravin Makwana

સાકીબ અલ હસનનો પ્રતિબંધ પૂર્ણ થશે, બાંગ્લાદેશ તેને વેલકમ કરવા માટે આતુર છે

pratik shah

સુરત/ શાકભાજીની લારીઓ હટાવતા થયો હોબાળો, ફેરીયાઓ પર દંડાવાળી કરતા રસ્તા પર શરૂ કર્યા ધરણા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!