આમતો બિલાડીઓને પોતાને જ સાફ રાખવાની આદત હોય છે. માટે તે મોં ચાટી પોતાને સાફ કરે છે. ઘણા લોકો બિલાડીને નવડાવે પણ છે જેના માટે સાબુ અને શેમ્પુ પણ બજારમાં મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક ગજબ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં માલિક પોતાની બિલાડીની વેક્યુમ ક્લીનરથી સફાઈ કરતા દેખાઈ રહ્યા છે. બિલાડી પોતાની સફાઈ કરાવતા ઉભી થઇ જાય છે અને ફની રિએક્શન આપતી દેખાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને કેટ લવર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સફેદ રંગની પર્શિયન બિલાડી તેના માલિક દ્વારા સફાઈ કરતી જોવા મળી રહી છે. જો કે તે પાણી અથવા ભીના કપડાથી નહીં પરંતુ વેક્યૂમ ક્લીનરથી સાફ કરવામાં આવે છે. બિલાડીને જોઈને લાગે છે કે તેને આ રીતે સફાઈ કરવી બિલકુલ પસંદ નથી. આ કારણે તે ફની રિએક્શન પણ આપી રહી છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર welovecatanandkittens પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સિવાય ઘણા કેટ લવર્સ પેજ પરથી પણ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો જોયો છે અને પસંદ કર્યો છે.
Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો