પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેના કારણે વિરોધ પક્ષોમાં હલચલ મચી છે. યુપીના સાંસદ સાક્ષી મહારાજનુ કહેવું છે કે, AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મદદ કરી હતી અને હવે પશ્ચિમ બંગાળ તેમજ યુપીની ચૂંટણીમાં પણ ઓવૈસી અમારી મદદ કરશે. યુપી અને બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી ઝંપલાવશે તો તેના કારણે આ બંને રાજ્યમાં ભાજપને ચૂંટણી જીતવામાં મદદ મળશે.

તેમણે કહ્યું હતું કે ,અમારા માટે આ ઈશ્વરની કૃપા છે અને તેમને ભગવાન ચૂંટણી લડવા માટે શક્તિ આપે, તેમણે પહેલાં બિહારમાં અમારી મદદ કરી હતી અને હવે તેઓ યુપીની પંચાયત તેમજ વિધાનસભા ચૂંટણી અને બંગાળની વિધાનસભા ચૂંટણીમાં અમારી મદદ કરશે.

ઓવૈસી માટે સાક્ષી મહારાજનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ સહિતની પાર્ટીઓ ઓવૈસી પર ભાજપની બી ટીમ હોવાનો આરોપ લગાવી ચુકી છે. કારણકે ઓવૈસી કોઈ પણ રાજ્યમાં ચૂટંણી લડે છે ત્યારે વિપક્ષોને ભાજપની સામે મળતા મુસ્લિમ મતોમાં ગાબડુ પડે છે. જોકે ઓવૈસી આ પ્રકારના આરોપો સામે પોતાનો વિરોધ અવાર નવાર નોંધાવી ચુક્યા છે.
READ ALSO
- LIVE: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જંગી મતદાન : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં
- કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના
- બૉલિવુડની આ 5 હસિનાઓએ દેખાડી તેની સેકસી કમર, જુઓ તેની તસ્વીરો
- રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા
- મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે