GSTV
Gujarat Government Advertisement

ઓવૈસી બોલ્યો કે દેશના જવાનો શહીદ થઈ રહ્યા અને મોદીજી આ કામમાં વ્યસ્ત છે

MIM chief Asaduddin Owaisi

Last Updated on March 2, 2019 by Mayur Vora

MIMના આધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપના નેતાઓ પર પર જવાનોની શહાદત પર રાજનીતિનો આરોપ લગાવ્યો. તેમણે હૈદરાબાદની એક રેલીમાં સંબોધન કરતા જણાવ્યું કે, દેશની સરહદ પર સેનાના જવાનો શહીદ થઈ રહ્યા છે. ત્યારે ભાજપ દેશમાં બૂથ મજબૂત કરવાની તૈયારી કરી રહ્યુ છે. ભાજપ કહે છે મારૂ બૂથ સૌથી મજબૂત, ત્યારે અમે કહી છીએ. આપણી સરહદ મજબૂત તો આપણો દેશ મજબૂત. ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જ્યારે આપણા દેશમાં સરહદ રહેશે ત્યારે દેશ રહેશે. અને જ્યારે દેશના યુવાઓને રોજગારી મળશે ત્યારે બૂથ મજબૂત થશે.

ઓવૈસીએ પાકિસ્તાન અને આતંકવાદી મસૂદ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાને સ્વીકાર્યું કે, જૈશનો વડો પાકિસ્તાનમાં છે તો હવે મસૂદને જેલમાં નાખવામાં આવે. પાકિસ્તાનને આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જે હિંદુસ્તાનનું દુશ્મન બનશે એ અમારા દુશ્મન છે. અમારા દુશ્મનને જવાબ આપવાનું સારી રીતે ભારતીય સેના જાણે છે.

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!