એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શાહીન બાગમાં થઈ રહેલા પ્રદર્શનને બંધ કરાવવા માટે સરકાર દ્વારા બળ પ્રયોગ કરવાની આશંકા વ્યક્ત કરી છે. શાહીન બાગમાં સીએએની વિરુદ્ધ વીતેલા 50 દિવસોથી પ્રદર્શન થઈ રહ્યા છે. ઓવૈસી આ અંગે જણાવ્યું કે, 8 ફેબ્રુઆરી બાદ સરકાર શાહીન બાગને જલિયાવાલા બાગમાં ફેરવી શકે છે.

અસદુદ્દીન ઓવૈસીને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું 8 ફેબ્રુઆરી બાદ સરકાર શાહીન બાગથી પ્રદર્શનકારીઓને હટાવી દેશે. જેના જવાબમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, થઈ શકે છે, તેઓ ગોળી મારી દે. તેઓ શાહીન બાગને જલિયાવાલા બાગ બનાવી શકે છે. ભાજપના મંત્રીઓ ગોળી મારવાના નિવેદનો આપે છે. સરકારે જવાબ આપવો પડશે કે કટ્ટરપંથી કોણ છે.


એનપીઆર અને એનઆરસી અંગે સવાલ કરતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, સરકારે જણાવી દેવું જોઇએ કે, 2024 સુધી એનઆરસી લાગુ થશે નહીં. એનપીઆર પર 3900 કરોડ રૂપિયાનો ખર્ચ કેમ કરી રહ્યા છે. હું એવી રીતે એટલા માટે વિચારું છું કેમકે હું ઈતિહાસનો વિદ્યાર્થી રહ્યો છું. હિટલરે તેના કાર્યકાળમાં બે વખત વસ્તી ગણતરી કરાવી અને ત્યારબાદ યહૂદિઓને ગેસ ચેમ્બરમાં નાંખી દીધા. હું નથી ઈચ્છતો કે આપણા દેશમાં પણ આવું થાય.
READ ALSO
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત
- ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર
- વડોદરા શહેરમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, આ રીતની કરી છે તૈયારી
- ભાવનગર/ જૂના પાદર ગામના યુવકને પોલીસે ઢોર માર માર્યો, ખોટા કેસમાં ફસાવ્યાનો આરોપ