GSTV

અમદાવાદમાં એન્ટ્રીના ઔવેસીના સપનાં તૂટ્યાં, કોંગ્રેસ સામે ટક્કર ના ઝીલી શક્યા AIMIMના ઉમેદવાર

ઔવેસી

અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી. જો કે અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. બહેરામપુરામાં AIMIMનો કિલ્લો સૌથી મજબૂત માનવામાં આવી રહ્યો હતો. પરંતુ 4 સીટો પર ઘણાં સમય સુધી લીડમાં રહ્યાં બાદ તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. અહીંથી કોંગ્રેસની પેનલ જીતી છે. આ ઉપરાંત દરિયાપુરમાં ખુદ ઔવેસીએ પ્રચાર કર્યો હતો. અહીં પણ કોંગ્રેસની પેનલે જીત નોંધાવી છે. દાણીલીમડા અને દરિયાપુરમાં પણ કોંગ્રેસે વિજયી પરચમ લહેરાવ્યો છે.

કોંગ્રેસ અને AIMIM વચ્ચે કાંટેની ટક્કર જામી હતી

બહેરામપુરા વોર્ડમાં ઔવેસીને AIMIMને મોટો ઝટકો લાગ્યો છે. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત થતાં ઔવેસીની પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ અને AIMIM વચ્ચે કાંટેની ટક્કર જામી હતી, જે જોતા લાગી રહ્યું હતું કે ઔવેસીની પાર્ટી આ વોર્ડ પર વિજયી પરચમ લહેરાવી શકે છે. જો કે અંતે ઔવેસીના સપના ચકનાચૂર થઇ ગયા.

અમદાવાદમાં કહી ખુશી કહી ગમઃ દરિયાપુરમાં ભાજપની પેનલ હારી, જોધપુરમાં જીતી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડ માટે 192 બેઠકોની યોજાયેલી ચૂંટણીનું આજે મતગણતરી ચાલી રહીં છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત વખત કરતાં ઓછુ મતદાન નોંધાયુ હતું. શહેરી મતદારોને જાણે ચૂંટણીમાં રસ જ રહ્યો ન હતો પરિણામે ચૂંટણીનો નિરસ માહોલ રહ્યો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત રાંધણગેસનો ભાવ વધારો-મોંઘવારી જ નહીં,પણ બેરોજગારીનો મુદ્દો નડયો હતો.

ભાજપ

કોંગ્રેસના ચુસ્ત ગણાતા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવવી પડી હતી. સાંજે જાહેર કરાયેલી ટકાવારીમાં આંશિક ફેરફારની સંભાવના છે. આ સંજોગોમાં નહીં ધારેલાં પરિણામો આવવાની ભીતિએ બન્ને પક્ષના ઉમેદવારોની ઊંઘ ઊડાડી દીધી છે.

ગઇ ચૂંટણીમાં સરેરાશ 48 વોર્ડની 192 બેઠકો માટે 46.51 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 142 અને કોંગ્રેસને 50 બેઠકો મળી હતી. હાલની ચૂંટણીમાં 60 વર્ષથી મોટી વયના અને ત્રણ ટર્મ થઇ ગઇ હોય તેવા કોર્પોરેટરો સહીત 104 કોર્પોરેટરોના નામો કાપીને ભાજપના મોવડી મંડળે ઈતિહાસ સર્જ્યો હતો. કપાયેલા કોર્પોરેટરોની નારાજગી અને નિષ્ક્રીયતાએ પણ ઓછા મતદાનની બાબતમાં ઉમેરો કર્યો હતો.

bjp congress

કયાં મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડની મતગણતરી થશે

ગુજરાત કોલેજ : દાણિલિમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર , ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર , જોધપુર , વેજલપુર, સરખેજ , નવા વાડજ , નારણપુરા, સ્ટેડિયમ , ચાંદખેડા , સાબરમતી, રાણિપ, ગોતા, ચાંદલોડિયા , ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ

એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજ : સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, થલતેજ, મકતમપુરા, બોડકદેવ , પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર

Read Also

Related posts

અમદાવાદમાં આઇશા આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, અન્ય યુવકનું નામ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી!

pratik shah

ગુડબુક/ રૂપાણી અને નીતિન પટેલના આગામી વિઝન કરતાં બજેટમાં મોદીનો પ્રભાવ

Karan

ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!