GSTV

Driving License/ ઘરે બેઠા કેવી રીતે મેળવી શકો છો ડ્રાઈવિંગ લાઇસન્સ, આ 10 પોઈન્ટ્સમાં સમજો સમગ્ર પ્રક્રિયા

Last Updated on September 13, 2021 by Bansari

ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે તમારે લાંબી લાઈનમાં ઉભા રહી સમય બરબાદ કરવાની જરૂરત નથી. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે દિલ્હીવાસીઓ માટે ફેસલેસ સર્વિસેઝ આપી રહી છે. એમાં લોકો ઘરે બેઠા લર્નર લાઇસન્સ માટે એપ્લાય કરી શકે છે.

દિલ્હી સરકારે ગયા મહિને જ ફેસલેસ પાસપોર્ટ સર્વિસ લોન્ચ કરી છે. આ પહેલ હેઠળ 33 ટ્રાન્સપોર્ટ સેવાઓ, જેમાં ઓનલાઇન લર્નર લાઇસન્સ ટેસ્ટ, વેહિકલ રજીસ્ટ્રેશન, પરમીટ વગેરે સહીત કુલ 33 સેવાઓને ઓનલાઇન અને ફેસલેસ કરી દીધા છે. અમે તમને જણાવીએ છે કે જો તમે પણ દિલ્હીમાં રહેતા છે તો ડિપાર્ટમનેટની ફેસલેસ સેવાઓનો લાભ કેવી રીતે લઇ શકે છે. અમે તમને જણાવીએ છે કે હજુ પણ દિલ્હીમાં રહેતા છે તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની ફેસલેસ સેવાઓની ફાયદો ઉઠાવી શકીએ છે.

ઘરે બેઠા થઇ જશે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં કામ

  • પરિવહન વિભાગની ફેસલેસ સેવા હેઠળ, તમે ઘરે બેઠા ઓનલાઇન લર્નર લાયસન્સ ટેસ્ટ માટે અરજી કરી શકો છો. આ માટે તમારે RTO જવાની જરૂર નથી
  • કોઈપણ વ્યક્તિ જેની પાસે આધાર કાર્ડ છે તે આ સેવાઓનો લાભ લઈ શકે છે. તમે વન ટાઇમ પાસવર્ડ દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકો છો. આધાર પ્રમાણીકરણ દ્વારા દસ્તાવેજો અને ઈ-સાઈન ચકાસી શકાય છે. ફિચર મેપિંગ સાથે AI આધારિત ફેસ રેકગ્નિશન ટેકનોલોજી દ્વારા એક નાગરિક ઘરે પોતાનું લર્નર લાઇસન્સ લઇ શકે છે.
  • જેમની પાસે આધાર કાર્ડ નથી તેઓ પણ ઓનલાઈન અરજી કરી શકે છે, પરંતુ તેમને દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે
  • કોઈપણ જે ફેસલેસ સેવાઓ ઇચ્છે છે તે transport.delhi.gov.in પર જઈને અરજી કરી શકે છે અને જરૂરી દસ્તાવેજો વિશે માહિતી મેળવી શકે છે. આ માટેની ફી ઓનલાઈન પણ ભરી શકાય છે.
  • ઓનલાઈન ટેસ્ટ બાદ ઈ-લર્નર લાયસન્સ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આપવામાં આવે છે.
  • સૌ પ્રથમ, જ્યારે કોઈ લર્નર લાયસન્સ માટે અરજી કરે છે ત્યારે તેની અરજી, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. મોટર લાઇસન્સિંગ ઓફિસર અથવા મોટર વ્હીકલ ઇન્સ્પેકટર દ્વારા તે જ ચકાસવામાં આવે છે અને મંજૂર કરવામાં આવે છે ત્યારબાદ તેને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે.
  • સ્પીડ પોસ્ટ દ્વારા અરજદારને દસ્તાવેજ મોકલવામાં આવે છે
  • અરજદારને તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા લિંક પણ મોકલવામાં આવે છે, લાયસન્સ પણ તે લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાય છે.
  • દિલ્હી પરિવહન વિભાગે આ ફેસલેસ સેવાઓ કેવી રીતે મેળવી શકાય તે અંગે સંપૂર્ણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે.
  • આ 33 સેવાઓમાંથી, માત્ર બે જ સેવાઓ એવી છે જેનો ઓનલાઇન અથવા ફેસલેસ ઉપયોગ કરી શકાતો નથી. ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે તમારે RTO પર જવું પડશે.

Read Also

Related posts

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

PHOTOS / લગ્ન પહેલા વિકી કૌશલના ઘરે જતી વખતે સ્પોટી થઈ કેટરીના કૈફ, જુઓ અભિનેત્રીની ખૂબસુરત તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!