બ્રિટનમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ગયા વર્ષે રોગચાળાની ટોચ પર પહોંચ્યા પછી મંગળવારે 100,000નો આંકડો પાર કરી ગઈ. પીએમ બોરિસ જૉનસનને આ માટે જવાબદારી લેતાં દુખ વ્યક્ત કર્યું છે. આ મોતોથી દુખી વડા પ્રધાન બોરીસ જૉનસનને કહ્યું કે ‘હું આ માટે સંપૂર્ણ જવાબદારી લઉ છું. હું આ મૃત્યુ માટે ખૂબ જ દુખી છું. હું તે બધા લોકો પ્રત્યે દુખ વ્યક્ત કરવા માંગુ છું જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. માતાપિતા, ભાઇ-બહેન અને પુત્ર-પુત્રીઓને ગુમાવ્યા છે.’

તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘અમારા મંત્રીઓએ તેના પર નિયંત્રણ માટે શક્ય તમામ પ્રયાસો કર્યા છે’. તેમણે એમ પણ કહ્યું હતું કે ‘મૃતકોના સબંધીઓનું દુખ ઓછું કરી શકાતું નથી’. તેમણે કહ્યું, ‘આ ઘટના પછી દેશને તેના પાઠ શીખવાની, વિચારવાની અને સુધારવાની તક છે. રાહતની વાત છે કે રસી રજૂ થયા બાદ હવે કેસોમાં ઘટાડો થયો છે.

આંકડાથી થયો ખુલાસો
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના મૃત્યુ આકારણીના પ્રમાણપત્રના આંકડા જાહેર કરે છે કે ગયા વર્ષથી લગભગ 1,04,000 લોકો મૃત્યુ પામ્યા છે. રાષ્ટ્રીય આરોગ્યસંભાળ પ્રદાતાઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્રિસ હૉપસને કહ્યું કે, દુખની વાત છે કે આપણે હવે કોવિડ-19 ને કારણે એક લાખથી વધુ લોકોનાં મોત જોઈ રહ્યા છીએ. રસીકરણ માટેના પ્રભારી મંત્રી નદીમ જહાવીએ જણાવ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે તમામ સમુદાયો નિશુલ્ક રસીકરણ માટેની દરખાસ્તને સ્વીકારે અને રસી મેળવવા આગળ આવે.”
READ ALSO
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?