GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો ફફડાટ/ વિદેશી ખેલાડીઓ છોડી રહ્યાં છે આઈપીએલ ટુર્નામેન્ટ, આર અશ્વિને પણ આ કારણોસર ટીમને કરી અલવિદા

ipl

Last Updated on April 26, 2021 by Bansari

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દેશમાં આઈપીએલ રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં રમી રહેલી ટીમો બાયો બબલમાં હોવા છતાં હવે ક્રિકેટરોમાં કોરોનાનો ખોફ વધી રહ્યો છે. જેના પગલે એક પછી એક ક્રિકેટર ટુર્નામેન્ટ છોડી રહ્યા છે.

ipl

જેમ કે દિલ્હી વતી રમનારા ભારતના દિગ્ગજ ઓફ સ્પીનર આર અશ્વિને જાહેર કર્યું છે કે, કોરોના સામે પરિવારની લડાઈમાં સાથ આપવા ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચ્યુ છે તો હવે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કેન રિચર્ડસન અને એડમ ઝમ્પાએ પણ અધવચ્ચેથી આ ટુર્નામેન્ટ છોડવાનું નક્કી કર્યું છે.

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોમાં કોરોનાનો ડર વ્યાપક છે અને તેઓ આ ટુર્નામેન્ટ છોડીને ઘરે પાછા જવાનું વિચારી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના કહેવા પ્રમાણે ઓસી ક્રિકેટરો નર્વસ છે, બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવનારા લોકોની સંખ્યામાં કાપ મુક્યો છે.

ભારતમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું હોવાથી એક પછી એક દેશો ભારતના લોકોના આગમન પર પ્રતિબંધ મુકી રહ્યા છે. આઈપીએલમાં રમનારા વિદેશી ક્રિકેટરોમાં સૌથી વધારે સંખ્યા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોની છે. 17 ઓસી ક્રિકેટરો તેમાં ભાગ લઈ રહ્યા છે. જોકે હવે તેમાંથી 15 ઓસી ક્રિકેટર બચ્યા છે. આ અગાઉ બીજા બે ક્રિકેટરો લિયામ લિવિંગ સ્ટોન અને એન્ડ્ર્યુ ટાઈએ પણ વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટ છોડી દીધી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!