GSTV
Trending Videos Viral Videos

શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો

રસ્તા પર લોકો પોતાની ગાડી સાતે સ્ટંટ કરતા જોવા મળ્યા છે. ઘણાં નવયુવાન લોહીયાઓ બાઈક લઈને રોડ ઉપર સ્ટંટ કરતા હોય છે. આવા સ્ટંટના વીડિયો ઘણી વખત આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છીએ. પરંતુ આજે એક એવો વીડિયો જોવા મળી રહ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. હાલમાં એક શોકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શેરડીથી લદાયેલ ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. આ ટ્રેક્ટર પર શેરડી એટલી બધી ભરેલી હોય છે કે એના વજનથી ટ્રેક્ટરનો આગળનો ભાગ ઊંચો થઈ જાય છે. આ વીડિયોને જેણે જોયો તે લોકોના હોશ ઉડાવી દીધા છે.

t

ઈંટરનેટમાં એવા અનેક વીડિયો છે જેમાં લોકો વાહનો પર ઓવરલોડ સામાન લઈને વધારે પડતું જોખમ ઉઠાવતા હોયછે. એવી જ એક ક્લિપમાં ઓનલાઈન સામે જોવામાં આવી છે. જેમાં એક ટ્રેક્ટરને રસ્તા પર ધીમે ધીમે આગળ વધતું જોઈ શકાય છે. કારણ કે આ ટ્રેક્ટરની ટ્રોલીમાં એટલી બધી માત્રામાં શેરડી ભરી હોય છે કે ટ્રેક્ટર એ વજનને વહન કરવામાં અક્ષમ હોય છે. જેને પગલે શેરડી ભરીને લઈ જતા ટ્રેક્ટરના આગળના વ્હિલ હવામાં ઊંચા થઈ જાય છે. છતાં ડ્રાઈવર ટ્રેક્ટરને આગળ ચલાવી રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને યુઝર્સ પણ આ વીડિયો જોઈને ચોંકી જાય છે.

આ વારયલ વીડિયોને ટ્વીટર યુઝર્સને ચોંકાવી દીધા છે. કેટલાક યુઝર્સે ટીકા કરતાં કહ્યું કે આવી રીતે ઓવરલોડ ટ્રેક્ટર રસ્તા પર સુરક્ષાની દૃષ્ટિએ ખતરનાક સાબિત થઈ શકે છે. તો કેટલાકે આવી પ્રથાઓ પર પ્રતિબંધ લગાવવા માગ પણ કરી છે. ઓવરલોડિંગ વાહનો મોટેભાગે દુર્ઘટનાનું કારણ બનતી હોય છે. ક્યારેક ક્યારેક રસ્તા ઉપર પલટી પણ જાય છે. જે ડ્રાઈવરની સાથે સાથે રસ્તા ઉપર અવરજવર કરી રહેલા લોકો સાથે જોખમરૂપ સાબિત થઈ શકે છે. આવા ઓવરલોડ વાહનોને ઓવરટેક કરતા સમયે દુર્ઘટનાઓ પણ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV