GSTV

સાવધાન! જિંદગીને જોખમમાં નાખી શકે છે ઓવર સ્લીપિંગની આદત, સ્વસ્થ રહેવા આ રીતે કરો ફેરફાર

Last Updated on January 7, 2021 by Ankita Trada

ઊંઘ કરવી દરેક વ્યક્તિને પસંદ હોય છે, પરંતુ જરૂરિયાતથી વધારે ઊંઘ કરવી એટલે કે, Over Sleeping તમારા સ્વાસ્થ્ય માટે સારુ નથી. ઓવર સ્લીપની આદત તમારી જિંદગીને પણ જોખમમાં નાખી શકે છે. ઘણા સંશોધનમાં એ વાત સામે આવી ચૂકી છે કે, જરૂરિયાતથી વધારે ઊંઘ લેવાથી બ્રેન સ્ટ્રોકનો ખતરો 23 ટકા સુધી વધી જાય છે. તો જે લોકો મિડડે નેપ 90 મિનિટથી વધારે લે છે, તેમનામાં આ ખતરો 25 ટકા સુધી વધી જાય છે.

આ પરેશાની પણ બગાડશે સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે, સૂવા માટે 8 થી 9 કલાકની ઊંઘ પર્યાપ્ત હોય છે. તો મગજને રિફ્રેશ કરવા માટે અડધા કલાકની મિડ ડે નેપ પણ પૂરતી હોય છે. તેનાથી વધારે ઊંઘ લેવાથી જાડાપણું, ડાયાબિટીસ, આળસ, ડિપ્રેશન, હાર્ટ પ્રોબ્લમ્સ, થાયરોઈડ, માથાના દુઃખાવો અને યાદશક્તિ નબળી પડવી જેવી તમામ સમસ્યાઓ પણ થઈ શકે છે.

કંઈ ઉંમરમાં કેટલી ઊંઘ લેવી જોઈએ

  • ત્રણ વર્ષના બાળક માટે 15 થી 17 કલાક
  • 11 મહીનાના બાળક માટે 12 થી 15 કલાક
  • 1 થી 2 વર્ષના બાળક માટે 11 થી 14 કલાક
  • 6થી 13 વર્ષના બાળક માટે 9 થી 11 કલાક
  • 14 વર્ષની ઉંમર બાદ સામાન્ય વ્યક્તિ માટે 7 થી 9 કલાક

કેવી રીતે બદલશો ઓવર સ્લીપની આદત

ઓવર સ્લીપની આદર ત્યારે પડે છે, જ્યારે તમે એક વખતમાં પર્યાપ્ત ઊંઘ લઈ શકતા નથી એટલે કે, તમારી ઊંઘ કોઈપણ કારણસર તૂટતી રહે છે. તેના કારણે એવી જગ્યા પસંદ કરો જ્યાં તમારી ઊંઘમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પડે. સૂવા અને ઊઠવાનું એક શેડ્યૂલ બનાવો અને તેનુ સખતાઈથી પાલન કરો. શરૂઆતમાં સમસ્યા આવી શકે છે, પરંતુ કેટલાક સમયા બાદ આ તમારી આદતનો ભાગ બની જશે. મોબાઈલ, લેપટોપ અથવા કોઈ અન્ય ડિવાઈસને બંધ કરી દો અને ખુદથી દૂર રાખો. નિયમિત રૂપથી યોગ અને પ્રાણાયમ કરો જેથી સ્ટ્રેસ પરેશાન ન કરે.


READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!