GSTV
Health & Fitness India News Trending

૧૪ રાજ્યોની ૫૦ ટકા મહિલાઓ અને બાળકો એનિમિયાના શિકાર, નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

નેશનલ ફેમિલિ હેલ્થસર્વે(National Family Health Survey)માં કરાયેલો ચોંકાવનારો ઘટસ્ફોટ- ૧૪ રાજ્યોની ૫૦ ટકા મહિલાઓ અને બાળકો એનિમિયાના શિકાર બન્યા- સરકાર દ્વારા બે તબક્કામાં સર્વે હાથ ધરાયો હતો પરંતુ બંને તબક્કામાં મહિલાઓ અને બાળ આરોગ્ય બાબતે નજીવો સુધારો જોવા મળ્યો હતો

Over half women, children found anemic in 14 states, UTs & all-India level:  NFHS-5 phase 2 findings - The Financial Express

કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો દ્વારા બાળ અને મહિલા આરોગ્યને સુધારવા પાછળ દર વ૪ષે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં તેનું કોઇ નોંધપાત્ર પરિણામ દેખાતું નથી કેમ કે હજુ પણ દેશની મહિલાઓ અને બાળકો માટે એનિમિયા (લોહીમાં રક્તકણોની ઉણપ) જેવો રોગ ચિંતાનું કારણ બની રહ્યો છે, કેમ કે તાજેતરમાં જ દેશના ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ૫૦ ટકાથી વધુ મહિલાો અને બાળકો એનિમિયાના રોગનો શિકાર બન્યો હોવાનો નેશનલ ફેમિલિ હેલ્થ સર્વે(NFHS)માં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

કેન્દ્ર સરકારે બુધવારે જ રાષ્ટ્રીય સ્તરે અને ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવર્થમાન દેશની વસ્તી, બાળ-આરોગ્ય, કુટુંબ કલ્યાણ, પોષણ જેવી બાબતો માટે ચાવીરુપ સંકેતો દર્શાવતો એક અહેવાલ બહાર પાડયો હતો. આ અહેવાલને ૨૦૧૯-૨૦ના નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના બીજા તબક્કા સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં જે રાજ્યોમાં સર્વે હાથ ધરાયો હતો તેમાં અરુણાચલ પ્રદેશ, ચંદિગઢ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઓરિસ્સા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, અને ઉત્તરાખંડનો સમાવેશ થતો હતો એમ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરે પણ મહિલા અને બાળકોમાં એનિમિયા રોગનો પ્રકોપ ૧૪ રાજ્યોમાં જોવા મળ્યો હતો ેટલાજ પ્રમાણમાં નોંધાયો હતો. નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના પ્રથમ અને બીજા તબક્કામાં પ્રાપ્ત થયેલા આંકડાના આધારે રાષ્ટ્રીય સ્તરના આંકડાકીય માહિતીની ગણતરી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ડિસેમ્બર-૨૦૨૦માં નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેમાં ૨૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સર્વે હાથ ધરાયો હતો.

સર્વેમાં બહાર આવેલા તારણો મુજબ બાળ પોષમના સંકેતો દર્શાવતા હતા કે રાષ્ટ્રીય સ્તરે લબાળકોના શારીરિક વિકાસની બાબતમાં સહેજ સુધારો જણાયો હતો કેમ કે આ ટકાવારી અગાઉ ૩૮ ટકા હતી જે ઘટીને ૩૬ ટકા જેટલી નોંધાઇ હતી, જ્યારે બાળકોની ઉંચાઇના પ્રમાણમાં તેના વજનની બાબતે પણ નજીવો સુધારો જણાયો હતો કેમ કે અગાઉ તેની ટકાવારી ૨૧ હતી જે થોડી સુધરીને ૧૯ થઇ હતી અને બાળકોના ઓછા વજનની બાબતે થોડોક એટલે કે ૪ ટકાનો સુધારો જોવા મળ્યો હતો કેમ કે તેની ટકાવારી અગાઉ ૩૬ હતી જે ઘટીને ૩૨ નોંધાઇ હતી. જો કે આ બંને તબક્કામાં બે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં બાળ-પોષમની બાબતે સ્થિતિ સુધારાજનક જોવા મળી હતી એમ આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. જો કે સર્વેના આ બંને કબક્કા દરમ્યાન ગર્ભવતી મહિલાનોએ ૧૮૦ દિવસ સુધી આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ સરકાર તરફથી મળતમાં આપવામાં આવી હોવા છતાં તેઓમાં એનિમિયાનો પ્રશ્ન યથાવત રહેવા પામ્યો હતો, તે સાથે બાળકોમાં પણ હિમોગ્લોબિનની ઉણપમાં કોઇ સુધારો નોંધાયો નહોતો.

ALSO READ

Related posts

સીએમ યોગીના નિશાને આવ્યો આ ખૂંખાર માફિયા ડૉન, જડમૂળથી ઉખાડી ફેંકવા માટે બનાવ્યો આ માસ્ટર પ્લાન

Bansari Gohel

આફ્રિકામાં ચીની નૌકાદળ સક્રિય/ ચીન જીબુટીથી હિંદ મહાસાગર પર રાખશે નજર, ભારતને ઘેરવાનો ડ્રેગનનો વધુ એક પ્રયાસ

Binas Saiyed

Breast Cancer/ હવે ભારતમાં સરળતાથી થઇ શકશે સ્તન કેન્સરની સારવાર, એસ્ટ્રાઝેનેકાને મળી દવા બનાવવાની મંજૂરી

Damini Patel
GSTV