GSTV
Home » News » બિહારમાં આ ગંભીર બિમારીએ મચાવી અરેરાટી, 14 દિવસોમાં 73 બાળકોના થયા મોત

બિહારમાં આ ગંભીર બિમારીએ મચાવી અરેરાટી, 14 દિવસોમાં 73 બાળકોના થયા મોત

બિહારમાં એક્ટૂડ ઇંસેફેલાઈટિસ સિંડ્રોમનો માર યથાવત છે. મુઝ્ઝફરપુરમાં ચમકી તાવને કારણે મરનારા બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મુઝ્ઝફરપુરનાં સિલિલ સર્જન ડૉ. શૈલેષ પ્રસાદ સિંહે કહ્યુ હતુકે, મગજનાં આ તાવને કારણે અત્યાર સુધીમાં મરનારા બાળકોની સંખ્યા વધીને 73 જેટલી થઈ ગઈ છે.

બિહારમાં ભીષણ ગરમીની વચ્ચે મુઝ્ઝફરપુર અને તેની આસપાસનાં વિસ્તારમાં બાળકો ઉપર તૂટેલાં આ તાવને કારણે છેલ્લાં 14 જ દિવસમાં 73 બાળકોનાં મોત થયા છે. બિહારનાં સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ કહ્યુ હતુકે, અમે સ્થિતીથી બહાર આવવા માટે સંભવ પ્રયાસો અને સખત મહેનત કરી રહ્યા છીએ.

તેમણે કહ્યુ હતુકે, લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે. ડોક્ટરોનું કહેવું છેકે, આ બિમારીથી પિડિત બાળકોની ઉંમર ચાર વર્ષથી પંદર વર્ષની વચ્ચે છે. ડોક્ટરોએ જણાવ્યુ હતુકે, આ બિમારીનો પ્રકોપ બિહારનાં સીતામઢી, શિવહર, મીતિહારી અને વૈશાલીમાં છે.

હોસ્પિટલમાં દાખલ બાળકો આ જીલ્લાઓમાંથી જ આવી રહ્યા છે. આ મામલે મુખ્યમંત્રી નિતીશ કુમારે જણાવ્યુ હતુકે, તાવથી બાળકોનાં મોતનો મામલો ઘણો ગંભીર છે. તેમણે જણાવ્યુ હતુકે, બધા જ ડોક્ટરોને હાઈ એલર્ટ કરી દેવાયા છે. હોસ્પિટલોમાં ડોક્ટરો અને કર્મચારીઓને 24 કલાક ડ્યૂટીમાં રાખવામાં આવી રહ્યા છે.

તાવનાં આ છે લક્ષણો

AES(એક્ટૂડ ઇંસેફેલાઈટિસ સિંડ્રોમ) અને JE(જાપાની ઈંસેફલાઈટિસ)ને ઉત્તર બિહારમાં ચમકી તાવના નામથી જાણીતો છે. આમા બાળકોને તેજ તાવ આવે છે. શરીરમાં સંકોચન અનુભવાય છે. ત્યારબાદ બાળક બેભાન થઈ જાય છે. દર્દીને ઉલ્ટી આવવા સાથે ચિડિયાપણું પણ આવી જાય છે.

READ ALSO

Related posts

આ સુપર મોડલ બની દુનિયાની સૌથી સુંદર મહિલા, વૈજ્ઞાનિકોએ માન્યું બ્યૂટી સ્ટાન્ડર્ડ પ્રમાણે પરફેક્ટ

Kaushik Bavishi

Aadhar card બનાવવા ગઈ હતી યુવતિ, સતત એક મહિનાથી થતું રહ્યું એવું કે……

pratik shah

બિહારઃ ડાંસ જોઈને મદહોશ ASI હવામાં લહેરાવા લાગ્યા પિસ્તોલ, મળી આ સજા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!