GSTV

વિરમગામઃ પાણી પુરવઠાના હાંસલપુર જૂથના હેડવર્કસમાં 70થી વધુ કામદારને કાઢી મુકાવામાં આવ્યા

વિરમગામ પાણી પુરવઠાના હાંસલપુર જૂથના હેડવર્કસમાં કામ કરતા 70થી વધુ કામદારને કાઢી મુકાવામાં આવતા કામદારોમાં રોષ ફેલાયો છે.  પહેલી જુલાઈથી નવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા 70થી વધુ કામદારો બેરોજગાર બન્યા છે. આ તમામ કામદારો છેલ્લા પાંચથી સાત વર્ષથી  હાંસલપુર જૂથના હેડવર્કસમાં કામ કરી રહ્યાં હતા.

પહેલી જૂલાઈથી રાજકોટની નવી એજન્સી પુજા કન્ટ્રકશનને કામ સોંપવામાં આવ્યું છે. કામદારોની માગ છે કે, એજન્સી ભલે બદલાઈ પરંતુ કામદારો છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે જેથી કામદારોને કામ પર રાખવામાં આવે.. આ મામલે વિરમગામ પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રિતિબહેન ચૌહાણે જણાવ્યું કે, ટેન્ડર પ્રમાણે નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. જેથી નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે કામદારોને કામ આપવામાં આવતું હોય છે.

Related posts

BIG NEWS/ સ્કૂલ ફી મામલે સૌથી મોટો નિર્ણય, રૂપાણી સરકારે આટલા ટકા ફી કરી દીધી માફ, વાલીઓ માટે રાહતના સમાચાર

pratik shah

WhatsApp ચેટ લીકના કારણે ઉઠ્યો લોકોને વિશ્વાસ, આ એપ બની રહી છે યૂઝર્સની પ્રથમ પસંદ

Ankita Trada

બાબરી ધ્વંસઃ અડવાણી, જોશી સહિતના પર લાગ્યા હતા આ આરોપ, લાલુપ્રસાદે સમસ્તીપુરમાં કરાવી હતી ધરપકડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!