GSTV
Home » News » નવી કાર લેવાની પસંદ નથી કરતાં ગ્રાહકો, જૂની લેવા માટે થાય છે પડાપડી

નવી કાર લેવાની પસંદ નથી કરતાં ગ્રાહકો, જૂની લેવા માટે થાય છે પડાપડી

તાજેતરમાં ગુજરાતમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ ખૂબ વૃદ્ધિ પામી રહ્યું છે. લોકો નવી કાર ખરીદવા સક્ષમ ના રહેતાં તેઓ જૂની કાર એટલે કે, સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું પસંદ કરે છે, આ સાથે જ સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ દિવસે-દિવસે ખૂબ વધી રહ્યું છે. આ સેકન્ડ હેન્ડ કારની વૃદ્ધી જોતાં, તેમજ માર્કેટમાં પોતાની હાજરી વધારવા માટે રતન ટાટા દ્વારા ફંડ કરાયેલી કાર દેખોએ અમદાવાદમાં પોતાની શાખા “ગાડી ડોટકોમ”ના બે સ્ટોર્સ ઓપન કર્યા છે.

આ કંપનીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં માસિક ૫૦,૦૦૦ કરતાં વધુ સેકન્ડ હેન્ડ કારનું વેચાણ જોવા મળ્યું છે. આ કારમાંથી અંદાજે ૧૨,૦૦૦ જેટલી કારોનું વેચાણ ઓનલાઈન થાય છે, જ્યારે ૪૦,૦૦૦ કારો ઓફલાઈન માધ્યમથી વેચાઈ રહી છે. ગાડી.કોમના સહસ્થાપક અનુભવ દીપે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨ સ્ટોર્સ સહીત દેશભરમાં અમારા ૪૩ સ્ટોર્સ વિસ્તૃત થયેલા છે.

વિકસતી બજારને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકિય વર્ષના અંત સુધીમાં અમે અમારા સ્ટોર્સની સંખ્યા ૨૦૦ સુધી પહોચાડવા માંગીએ છીએ. અનુભવ દીપે વધુમાં જણાવતાં કહ્યું કે, ગુજરાતમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ટૂંક સમયમાં અમે અમારા સ્ટોર્સ ઓપન કરીશું.

આ ઉપરાંત અમે ઇલેક્ટ્રિક વ્હીકલના ખરીદ-વેચાણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. કાર દેખોએ અત્યાર સુધીમાં વિવિધ સીરીઝમાં ભાગ લઈને ૧૮ કરોડ ડોલર(અંદાજે રૂ.૧૨૪૨ કરોડ) ફંડ પ્રાપ્ત કર્યું છે, જેમાંથી ૧૧ કરોડ ડોલર(રૂ.૭૬૦ કરોડ) ચાલું વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ સીરીઝ દ્વારા એકત્રિત કર્યા છે. આ ઉપરાંત દીપે જણાવ્યું હતું કે, અમે વર્ષ ૨૦૨૨ સુધીમાં આઈપીઓ લાવવાની પણ યોજના બનાવી રહ્યા છીએ.

Read Also

Related posts

જ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો ધંધે લાગી જશો, આ તકેદારી રાખો નહી તો….

Bansari

તમારા સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલે તે માટે અપનાવો આ સરળ ટિપ્સ

Dharika Jansari

1100 રૂપિયામાં ઘરે લઇ જાઓ 70 Kmpl માઇલેજ વાળી આ ધાકડ બાઇક, 9500 રૂપિયાની થશે બચત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!