GSTV
Home » News » કાશ્મીર મામલે ફૅક ન્યૂઝ ફેલાવી રહેલાં પાકિસ્તાનનાં 333 એકાઉન્ટ્સ TWITTERએ કર્યા સસ્પેન્ડ

કાશ્મીર મામલે ફૅક ન્યૂઝ ફેલાવી રહેલાં પાકિસ્તાનનાં 333 એકાઉન્ટ્સ TWITTERએ કર્યા સસ્પેન્ડ

જમ્મૂ-કાશ્મીરને લઈને ભ્રામક અને ઉગ્ર પોસ્ટ કરી રહેલાં 333 ટ્વીટર એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બધા જ એકાઉન્ટ્સ પાકિસ્તાનનાં છે. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ્દ કર્યા બાદ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચ્યા બાદ આ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન આ એકાઉન્ટસ દ્વારા ફૅક ન્યૂઝ ફેલાવી રહ્યુ હતુ. જેથી કાશ્મીરમાં હિંસા ભડકાવી શકાય.

આ કારણે ભારતીય અધિકારીઓએ આ ટ્વીટર હેન્ડલની સામે આપત્તિ વ્યક્ત કરી હતી,ત્યારબાદ આ એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ડૉન ન્યૂઝ રિપોર્ટ મુજબ, પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ બુધવારે ટ્વીટર અધિકારીઓની સામે ટ્વીટર હેન્ડલને સસ્પેન્ડ  કરવાનો અને ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

પીટીએએ ટ્વીટર પર આરોપ લગાવ્યો હતોકે, તેઓ આ મામલામાં પક્ષપાત કરી રહ્યા છે. પીટીએએ એવું પણ ટ્વીટરને કહ્યુ હતુકે, જો કાશ્મીરના મામલે લખવાને કારણે કોઈ પણ પાકિસ્તાની યુઝર્સનું એકાઉન્ટ સસ્પેન્ડ થયુ છે તો તેની જાણકારી પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને આપે.

ડોન ન્યૂઝ મુજડબસ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને અત્યાર સુધીમાં આ મામલે 333 ફરિયાદો મળી છે, જેને ટ્વીટર પાસે મોકલવામાં આવી છે. જેમાં આ એકાઉન્ટને ફરીથી શરૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે. પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ કહ્યુ હતુકે, આ મામલે ટ્વીટરે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. અને આ એકાઉન્ટને સસ્પેન્ડ કરવાનું કારણ પણ જણાવ્યુ નથી.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!