GSTV
Finance Trending

શેરબજારમાં ઉથલ-પાથલ / કારોબારના અંતિમ દિવેસ સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ

વિશ્વમાં મંદીની ભણકારા વચ્ચે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના વડાએ વ્યાજ દરોમાં વધારાની જાહેરાત બાદ ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં થયેલા ઐતિહાસિક ઘટાડાથી ભારતીય શેરબજારમાં ખળભળાટ મચી ગયો છે. કારોબારના અંતિમ દિવસે સેન્સેક્સમાં મોટો કડાકો આવ્યો હતો.

આજે શેરબજારમાં શુક્રવાર બ્લેકફ્રાઈડે સાબિત થયો હતો. સેન્સેક્સમાં 1020 પોઈન્ટ ગગડીને 58,098 બંધ થયા હતો જ્યારે નિફ્ટીમાં 302 પોઈન્ટ ઘટીને 17,327 બંધ થઈ હતી પરિણામે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય બજારના રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.

5 લાખ કરોડ સ્વાહા

ગુરુવારે જ્યારે ભારતીય શેરબજારો બંધ થયા ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન 281.70 લાખ કરોડ રૂપિયાની નજીક હતું જે શુક્રવારના ઘટાડા બાદ 276.65 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો છે. ફેડે વ્યાજદર વધારવાના પગલે વિદેશી રોકાણકારો બજારમાં વેચવાલી કરી રહ્યા છે.

RBI રેપો રેટ વધારી શકે છે

RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 28-30 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો ફરી સાત ટકાની નજીક પહોંચી ગયો છે. જે બાદ ફરીથી RBI દ્વારા રેપો રેટ વધારવાની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે 30 સપ્ટેમ્બરે આરબીઆઈ રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 50 બેસિસ પોઈન્ટ કરવાની જાહેરાત કરી શકે છે.

READ ALSO

Related posts

Viral Video/ બાઇક ચોરીને ભાગી રહ્યા હતા ચોર, ગાર્ડની સૂઝબૂઝથી પકડાઇ ગયા

Damini Patel

PFI પર પ્રતિબંધ / અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખે કહી આ મોટી વાત, જાણો

Hemal Vegda

ચેતવણી/ દુનિયાના આરોગ્ય સામે જોખમી કોરોના જેવો નવો વાયરસ પશ્ચિમ રશિયામાંથી મળ્યો, ચામાચિડિયામાં જોવા મળ્યા આ લક્ષણો

HARSHAD PATEL
GSTV