GSTV

અમદાવાદ એરપોર્ટ પર 24મીએ 10થી વધુ વીવીઆઇપી એરક્રાફ્ટનો જમાવડો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના અતિથિ બને તે માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબુ્રઆરીએ આવશે ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 10થી વધુ વીવીઆઇપી એરક્રાફ્ટ જોવા મળશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં કુલ 7 એરક્રાફ્ટ હશે. આ પૈકી સુરક્ષા એજન્સીઓ માટે વિશેષ સુરક્ષા સાધનો, સ્પાય કેમેરા સહિતના સાધનો સાથેનું ખાસ એરક્રાફ્ટ રવિવારે મોડી રાત્રે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પની સલામતીના અન્ય સાધનો તેમજ તેમની વિશિષ્ટ કાર સાથેનું એરક્રાફ્ટ આગામી 2-3 દિવસમાં આવી પહોંચે તેની સંભાવના છે. 24 ફેબુ્રઆરીએ ‘નમસ્તે ટ્રમ્પ’ ના ભવ્ય સમારોહ વખતે 10થી વધુ વીવીવીઆઇપી એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટમાં હશે. દરમિયાન અમદાવાદ એરપોર્ટમાં સલામતી બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. કોઇ પણ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાય તો તેની જડતી લેવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકાની સુરક્ષા એજન્સીના કર્મીઓએ પણ અમદાવાદ એરપોર્ટમાં વોચ વધારી દીધી છે. અમેરિકાની સુરક્ષા એજન્સીના વરિષ્ઠ કર્મીઓ-સીઆઇએસએફ-એરપોર્ટ ઓથોરિટી વચ્ચે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં 50થી વધુ કાર હશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે.એરપોર્ટથી માંડીને મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો યોજાનારો છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં 50થી વધુ કારોનો કાફલો હશે. મોટેરા સ્ટેડિયમમાં માત્ર વીવીઆઇપીની કારોને જ એન્ટ્રી અપાશે. ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યુ છે. સમગ્ર કાર્યક્રમ માટે સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.અમેરિકન સિક્રેટ એજન્સીઓ,પોલીસ તંત્ર અને એસપીજી કામે લાગ્યુ છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન ડેલિગેશન પણ આવશે તેમના માટે મોંઘી કારોની વ્યવસ્થા કરાઇ છે.

સૂત્રોના મતે, ફરારી, મર્સિડીસ, ટોયોટા, જેગુઆર, બીએમડબલ્યુ સહિતની મોંઘી કારો ભાડે કરવામાં આવી છે. ગુજરાત સરકાર મહેમાનોની આગતા સ્વાગતા માટે કોઇ કસર છોડવા માંગતુ નથી. અત્યારે સુરક્ષાની સમિક્ષા માટે આવેલાં અમેરિકન ડેલિગેશનના સભ્યો માટે પણ સ્ટાર હોટલો બુક કરાઇ છે.આ તરફ, રોડ શોમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં 50થી વધુ કારો હશે. ટ્રમ્પ પોતાની બિસ્ટ કારમાં જ બેસીને રોડ શોમાં ભાગ લેશે. અમેરિકાથી કાર્ગો વિમાનમાં ટ્રમ્પની કારોનો કાફલો ય આવશે. આમ, આમંત્રિતો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમેરિકન ડેલિગેશન અને આમંત્રિતોના રોકાણને પગલે

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જેને પગલે અમેરિકન ડેલીગેશન અને આંમંત્રિતો માટે અમદાવાદની સ્ટાર હોટેલોમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ હોટેલો પર પોલીસે ચાંપતા બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલ્કાતને પગલે જડબેસલાક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સિવાય મોટી સંખ્યામાં આવનારા અમેરિકન ડેલીગેશન અને ભારતના ઉદ્યોગપતિઓ સહિતના આમંત્રિતો માટે અમદાવાદની વિવિધ સ્ટાર હોટેલોમાં તેમના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની સુરક્ષા માટે આ તમામ હોટેલો પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે.

આશ્રમ રોડ પર ઈન્ક્મટેક્સ બ્રિજ પાસે આવેલી હોટેલ હયાત, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે આવેલી હોટેલ ફોર્ચ્યુનર અને વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ હયાતમાં આમંત્રિતોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને પગલે ઈન્ક્મટેક્સ સ્થિત હોટેલ હયાત અને હોટેલ ફોર્ચ્યુનર પર દોઢસોથી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તે સિવાય વસ્ત્રાપુરની હોટેલ હયાત પર પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ આ તમામ સુરક્ષા વ્યવસ્થાનું સુપરવિઝન કરશે અને ફરજ પરના પોલીસકર્મીઓને માર્ગદર્શન આપશે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!