GSTV
Home » News » વાજપેયીના ઘરની બહાર પણ સ્ટેજ બનવાનું શરૂ : AIMS જતા રસ્તાઅો ડાયવર્ટ કરાયા

વાજપેયીના ઘરની બહાર પણ સ્ટેજ બનવાનું શરૂ : AIMS જતા રસ્તાઅો ડાયવર્ટ કરાયા

આ પહેલા સવારે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યુ હતું. બુલેટિનમાં અટલજીની તબિયત હજી પણ નાજુક હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. અટલજીને એઈમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર સારવાર આપવામાં આવી રહી છે. તેઓ છેલ્લા  નવ સપ્તાહથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે. એઈમ્સમાં અટલજીના ખબર અંતર પૂછવા માટે પીએમ મોદીએ 24 કલાકમાં બીજીવીર મુલાકાત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતાઓએ  એઈમ્સની મુલાકાત લઈને અટલજીના ખબર અંતર પૂછ્યા હતા.

વાજપેયીની ખરાબ તબિયતના સમાચાર સાંભળ્યા બાદ અેઇમ્સમાં વીઅાઈપી મૂવમેન્ટમાં વધારો થયો છે. જે માટે અેઇમ્સમાં પણ ન્યૂરો સેન્ટરથી મેનગેટ સુધી વીઅાઈપી મૂવમેન્ટ માટે અેક અલગથી વ્યવસ્થા કરાઈ છે. દિલ્હી પોલીસે પણ કેટલાક રસ્તાઅો ડાયવર્ટ કર્યા છે કે કેટલાક રસ્તાઅો બંધ કરી દીધા છે.  વાજપેયીના ઘરની બહાર પણ સ્ટેજ બનાવવાની કામગીરી ચાલું થઈ ગઈ છે.  દિલ્હીમાં અેઇમ્સમાં વીઅાઈપી લોકોનો ઘસારો વધી રહ્યો છે.

ટ્રાફિક પોલીસે અા સંબંધમાં અેક અેલર્ટ જાહેર કરી છે.

  • અરબિંદો માર્ગથી નવી દિલ્હી અને સાઉથ અેક્સટેન્શનથી અરબિંદો માર્ગ સુધી જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. અા સિવાય અગસ્ટક્રાંતિ માર્ગ અને હૌજખાસની બાજુમાં રોડને ડાયવર્ટ કરાયા છે.
  • અેઇમ્સથી ધોળા કૂવા જવાના માર્ગ પર ડીટીસી બસનું બ્રેક ડાઉન થયું હોવાથી રસ્તા પર ટ્રાફિક હોવાથી દિલ્હીવાસીઅો અા રસ્તાનો ઉપયોગ ના કરે
  • મૂલચંદથી અેમ્સ બાજુમાં જવા વચ્ચે પડતો કૈરિજ વે પર ભારે ટ્રાફિક જામ થયો છે. જેના પગલે વાહનો ધીમા ચાલી રહ્યાં છે. અા રસ્તાનો પણ લોકો ઉપયોગ ના કરે..

Related posts

3…2…1 ચંદ્રયાને પ્રક્ષેપણ પહેલા શ્વાસ અદ્ધર કરી દીધા, આવી રીતે ઐતિહાસિક ક્ષણનું ભારત સાક્ષી બન્યું

Mayur

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur

જાણો ‘બાહુબલી’ ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ક્યારે ઉતરશે અને શું કામ કરશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!