GSTV
Business Trending

શેરબજાર / કેટલીક બેંકોએ IPOના ફોર્મ ન સ્વીકારાતાં રોષ, મધ્યમવર્ગની આશા આડે અવરોધ

બચત ખાતાનાં નીચા વ્યાજદર, સોનાનાં ખૂબ ઊંચા ભાવ અને રિઅલ એસ્ટેટમાં રોકાણ માટેની કેટલીક પ્રતિકૂળતાઓ વચ્ચે હાલ મધ્યમ વર્ગના નાનાં રોકાણકારોની મીટ શેરબજારની તેજી પર મંડાયેલી છે, ત્યારે તેમને આ ક્ષેત્રે બે પૈસા કમાવામાં પણ હવે અવરોધ નડી રહ્યાં છે. નવી નવી કંપનીઓના IPO આવવા ફરી શરૃ થયા છે. એવામાં જ રાજકોટમાં કેટલીક બેંકોએ તેનાં ફોર્મ સ્વીકારવા ઈન્કાર કરી દેતાં ઈન્વેસ્ટરોમાં રોષ પ્રવર્તી ગયો છે.

ગત ફેબુ્રઆરીથી મે મહિના દરમિયાન સ્ટોક માર્કેટ ચોક્કસ રેન્જમાં રહ્યા પછી હવે પુનઃ તેજી તરફી પ્રયાણ થયું છે અને આઈ.પી.ઓ. પણ આવવા લાગ્યા છે. આ સપ્તાહમાં જ ચારે’ક કંપનીઓ કુલ એકંદરે સાતે’ક હજાર કરોડનું પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ મેળવવા માર્કેટમાં આવી રહી છે, જે પૈકી બે આઈ.પી.ઓ. આજે ખુલ્યા છે.

શેરબજારની તેજીમાં જેમનો ફાળો મોટો છે એવા નાનાં રોકાણ કારો સહિત એક વિશાળ વર્ગ એવો છે, જે ફક્ત આઈ.પી.ઓ.માં જ નાણાં રોકે છે અને હાલનાં સંજોગોમાં નાનું અમથું નુકસાન ખમવા પણ સક્ષમ નહીં હોવાથી ટ્રેડિંગ કરવાનું ટાળે છે. આ તબક્કે, રાજકોટમાં બે નેશનલાઈઝ્ડ બેંક અને એક પ્રાઇવેટ બેંકની કેટલીક શાખાઓમાં આજે ઈશ્યુના પ્રથમ દિવસે જ ફોર્મ સ્વીકારવાની ધસીને ના પાડી દેવામાં આવતાં ધંધા- રોજગાર, નોકરીમાંથી સમય કાઢીને ફોર્મ ભરવા બેંકે ગયેલા અનેક લોકોને ધક્કો થયો હતો.

નોંધનીય છે કે છેલ્લા સવા- દોઢ વર્ષથી બ્રોકરોને આઈ.પી.ઓ.ના ફોર્મ સ્વીકારવાની મનાઈ છે. ઓનલાઈન એપ્લીકેશન કરનારો વર્ગ સીમિત છે. યુ.પી.આઈ. મારફત એપ્લાય કરવામાં નાણાં બ્લોક થઈ જવાનો ખતરો રહે છે, શેર ન લાગે તો છ દિવસમાં પાછી મળી જવી જોઈતી રકમ ઘણી વાર પંદર-વીસ દિવસ અટવાયેલી રહે છે. ઉપરાંત, તેમાં રિજેકશન રેશિયો વધુ હોવાની, શેર લાગતા નહીં હોવાની ફરિયાદોમાં તજજ્ઞોને પણ વજૂદ જણાય છે. આવા સંજોગોમાં હવે બેંકોમાં પણ જાકારો મળતા નાનાં રોકાણકારો વિવશતા અનુભવી રહ્યાં છે.

sbi

અભૂતપૂર્વ તેજીની સંભાવના વચ્ચે નિયમો અળખામણા

નવા નિયમોથી શેર બ્રોકરો આઈ.પી.ઓ.ના ફોર્મ નથી સ્વીકારી શકતા અને કામ બેંકોને સોંપી દેવાયું એનાથી બ્રોકરો, ઈન્વેસ્ટર્સ ઉપરાંત બેંક સ્ટાફ પણ નાખુશ છે. બીડિંગ ચાર્જ જે-તે બેંકને તો મળે છે, પરંતુ કર્મચરીઓ એનાં એ જ પગારમાં વાધારાનું કામ આવી પડયાનું માનીને ફોર્મ સ્વીકારવા આનાકાની કરે છે. આગામી છ બાર મહિનામાં અનેક કંપનીઓ એકા’દ લાખ કરોડના આઈ.પી.ઓ. લઈને આવે અને સેન્સેકસ નવી ઊંચાઈએ આંબે તેવી ચર્ચાતી શક્યતાઓ વચ્ચે બેંકોની આવી જ કાર્યરીતિ રહી તો રોકાણકારો, કંપનીઓ અને એકંદરે માર્કેટને પણ અવરોધ નડશે એવો ગણગણાટ છે. સરકાર અને ‘સેબી’એ મધ્યસૃથી કરવી જોઈએ તેવી લાગણી પ્રવર્તે છે.

Read Also

Related posts

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari

Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું

GSTV Web Desk

શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu
GSTV