GSTV

અમેરિકાના એરપોર્ટ પર PAK PMના કપડાં ઉતરાવાયા, રોષે ભરાયું પાકિસ્તાન

Last Updated on March 28, 2018 by Bansari

અમેરિકા સાથે સતત બગડી રહેલા સંબંધ વચ્ચે પાકિસ્તાનના પીએમ શાહિદ અબ્બાસીની અમેરિકાના જોન એફ કેનેડી એકપોર્ટ પર તપાસ કરવામાં આવી છે. તપાસ માટે અબ્બાસીની કપડા પણ ઉતારી લેવામાં આવ્યા. અબ્બાસીની અપમાનજનક સ્થિતિના કારણે પાકિસ્તાનમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં અબ્બાસી કપડા ઉતારતા જોવા મળ્યા હતાં.  અબ્બાસીની એરપોર્ટ પર સામાન્ય નાગરિકોની જેમ તપાસ કરવામાં આવી. આ મામલે ત્યારે સામે આવ્યો જ્યારે અમેરિકાની ટ્રમ્પ સરકાર પાકિસ્તાનના નાગરિકોને વીઝા આપવા પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અબ્બાસી પોતાની બિમાર બહેનને મળવા માટે અમેરિકા પહોંચ્યા હતાં. અમેરિકાના પ્રવાસ દરમ્યાન તેમણે અમેરિકાના નાયબ રાષ્ટ્રપતિ માઈક પેંસ સાથે પણ મુલાકાત કરી હતી.

પાક પીએમની ચેકિંગ પહેલા અમેરિકાએ સાત પાકિસ્તાની કંપનીઓ પર પરમાણુ વેપારની શંકાનાઆધારે પ્રતિબંધ મૂક્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાની સરકાર પર વીઝા બૅન સહિત તમામ પ્રતિબંધ મૂકવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પ પ્રશાસને આશરે 25.5 કરોડ ડૉલરની સહાયતા રાશિ તેમ કહીને લટકાવી રાખી હતી કે પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ સખત વલણ અપનાવવું પડશે.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

Big Breaking / અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન પાસે ફાયરિંગ, લગાવવામાં આવ્યું લોકડાઉન: હુમલાખોર હજુંય સક્રિય

Zainul Ansari

ચીનને પડશે ભારે / આ ટાપુ પર બની રહ્યું છે, ભારતીય નૌકાદળનું ગુપ્ત મથક, હિન્દ મહાસાગર પર કરશે રાજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!