GSTV
Gir Somnath Trending ગુજરાત

ગીરમાં સિંહો ખરેખર સુરક્ષિત ?

ગીરમાં સિંહો સુરક્ષિત છે. ગીરમાં સિંહોની સંખ્યા વધી રહી છે આવા કેટલાય દાવાઓ થઇ રહ્યા છે. પરંતુ શું ખરેખર ગીરમાં સિંહો સુરક્ષિત છે. શું સિંહોની કોઇપણ પ્રકારની પજવણી થતી નથી. આ સવાલ એટલા માટે થાય કેમકે ભૂતકાળમાં આ પ્રકારના અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે અને હાલમાં જ લાયન શો કરવાના મામલે કેટલાક આરોપીઓની ધરપકડ કરાઇ છે.

ટ્રેકટર દ્વારા સિંહોનો પીછો કરીને સિંહોને દોડાવાઇ રહ્યા છે. સૂતેલી સિંહણનું પૂછડુ પકડીને તેને ખેંચાઇ રહી છે. ઝૂમાં બંધ સિંહણ સાથે મસ્તી કરાઇ રહી છે. તો બે કાંઠે જતી નદીની બાજુમાં ઉભેલી સિંહણની પાછળ જ કાર ઉભી રખાઇ છે અને સિંહણને પાછા વળવાનો રસ્તો ન મળતા તે અંતે પૂરપાટ વહેતી નદીમાં જાય છે અને તણાઇ જાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની પુષ્ટી અમે નથી કરી રહ્યા.પરંતુ ક્યાંકને ક્યાંક આ વીડિયો પરથી સિંહોની સુરક્ષા સામે સવાલો ઉભા થાય છે.

મારણ મૂકીને સિંહોને લલચાવીને કેટલાક ટુરિસ્ટો પાસેથી રૂપિયા લઇને આવી રીતે ગેરકાયદે લાયન શો થઇ રહ્યા છે.

ત્યારે તાજેતરમાં 8 આરોપીઓની ધરપકડ કરાઇ હતી.જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

સિંહોની સુરક્ષાની વાત આવે ત્યારે ક્યાંકને ક્યાંક વન વિભાગના અધિકારીઓની પણ સંડોવણીના આક્ષેપો થઇ રહ્યા છે.જે ખૂબજ ગંભીર વાત છે.

તાજેતરમાં જ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે.ત્યારે સિંહોની સુરક્ષાને લઇને કેમ ક્યાંકને ક્યાંક કચાશ દેખાતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યુ છે.

 

Related posts

કાતિલ ઠંડીમાં જીવ ગુમાવ્યો / અરવલ્લીમાં રાત્રે ખેતરમાં પાણી વાળ્યા બાદ ખેડૂતનું મોત નિપજ્યું, ખેડૂતોમા તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ

Hardik Hingu

ભગવંત માન કોને ‘બેવકુફ’ બનાવી રહ્યા છે? આમ આદમી ક્લિનિકમાં પરિવર્તિત કરાયેલા અનેક પીએચસી, ગંદા શૌચાલય, તૂટેલી ખુરશીઓ, મશીનો બંધ પડેલા છે

Hina Vaja

અમદાવાદ / હવે ટ્રાફિક સમસ્યા હળવી કરવા રોડ ઉપરના શાકમાર્કેટ હટાવાશે, વૈકલ્પિક જગ્યા આપવા કમિશનરને સુચના

Hardik Hingu
GSTV