ગુજરાતમાં દેશભરમાં સૌપ્રથમ પીપીપી ધોરણે વાહન ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં દેશમાં સૌથી પહેલા વાહનોની ફીટનેશ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરવામા આવશે.

આ યોજના અંતર્ગત રાજ્યમાં PPP મોડલ આધારિત પોલીસી જાહેર કરવામાં આવશે.આ અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારે બહાર પાડેલી નોટીફીકેશનના અનુસંધાને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની જોગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરી PPP મોડલ આધારિત પોલીસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ માટે PPP ધોરણે ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન સ્થાપવા માટે તમામ અરજદારોને સમાન તક આપવામાં આવશે.કેન્દ્રના ધારાધોરણ મુજબની લાયકાતો પરિપૂર્ણ કરતાં તમામને સ્ટેશનો સ્થાપવાની મંજુરી આપવામાં આવશે અને એક અરજદાર વધુમાં વધુ 10 સ્ટેશન સ્થાપી શકશે.
READ ALSO
- મિશન 2022 / કોંગ્રેસે જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક, જાણો લિસ્ટમાં કોનું-કોનું નામ
- RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે
- IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!
- મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં