ક્લિન એનર્જી એ વર્તમાન સમયની જરુરિયાત છે. અત્યારે ઊર્જા પેદા કરવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રદૂષણ ફેલાવે છે. તેનો ઉપયોગ ઘટાડીને ક્લિન એનર્જી એટલે કે પવન ઊર્જા, સૌર ઊર્જા વગેરેનો ઉપયોગ વધારવો જરુરી છે. પરંપરાગત ઊર્જા સ્રોતોનો ઉપયોગ ધટાડીને ક્લિન એનર્જીની દિશામાં જવાની ક્રિયાને એનર્જી ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. ગુજરાતે એમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર એનર્જી ઈકોનોમિક્સ એન્ડ ફાઈનાન્સિયલ એનાલિસિસ (IEEFA) અને ગ્લોબલ એનજીઓ એમ્બર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ મુજબ એનર્જી ટ્રાન્ઝિશન મુદ્દે સૌથી વધુ પ્રગતિ કરનારા રાજ્યોમાં કર્ણાટક અને ગુજરાતનો સમાવેશ થાય છે. 39 પાનાંના રિપોર્ટનું નામ ઈન્ડિયન સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ટ્રાન્ઝિશન છે.

આ રિપોર્ટમાં મુખ્યત્વે ચાર મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ડિકાર્બનાઈઝેશન – એટલે કે કાર્બન ડાયોક્સાઈડનું ઉત્પાદન ઓછું થાય એ માટે સરકાર દ્વારા કેવા પ્રયાસો થઈ રહ્યા છે.
- પર્ફોર્મન્સ ઓફ પાવર સિસ્ટમ – એટલે કે પાવર સેક્ટરમાં કઈ રીતે એનર્જી ટ્રાન્ઝિશન અને નવી ટેકનોલોજી અપનાવાઈ રહી છે.
- રેડિનેસ ઓફ પાવર ઈકોસિસ્ટમ – પાવર સેક્ટર નવા પકડકારો માટે કેટલું સજ્જ છે અને કઈ રીતે તેને અપનાવી શકે એમ છે.
- પોલિસી એન્ડ પોલિટિકલ કમિટમેન્ટ – સરકારની નીતિ અને રાજકીય ઈચ્છાશક્તિ સૌથી મહત્વના પરિબળો છે. સરકાર એ માટે કેટલી ગંભીર છે.

આ ચારેય મુદ્દામાં જે બે રાજ્યો સૌથી આગળ છે, તેમાં ગુજરાત અને કર્ણાટક અગ્રેસર છે. એટલે કે ગુજરાત અને કર્ણાટક બહુ ઝડપથી પ્રદૂષણ ઘટે એ માટે પ્રયાસો કરી રહ્યાં છે. આ રિપોર્ટમાં ભારતના કુલ 16 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશની 90 ટકા ઊર્જા પેદા કરે છે.
ભારતે વૈશ્વિક મંચ પર વારંવાર જાહેરાત કરી છે કે કાર્બન ડાયોક્સાઈડનું ઉત્પાદન ઓછું થાય અને પર્યાવણ સાફ-સુથરું રહે એવા તમામ પ્રયાસો દેશ કરશે. એ માટે ગ્રીન હાઈડ્રોજન મિશન, સૌર ઊર્જા, પવન ઊર્જા વગેરેના પ્રયાસો ચાલુ જ છે. ભારતે ઈલેક્ટ્રિક વ્હિકલનો પ્રોજેક્ટ પણ મોટે પાયે અનાવી લીધો છે. 2070 સુધીમાં ભારત નેટ ઝીરો કાર્બન થવા માંગે છે. એટલે કે એનર્જી ઉત્પાદનમાં દેશ કોઈ પ્રકારનો કાર્બન ડાયોક્સાઈડ ન પેદા થાય એવી સિસ્ટમ ઉભી કરશે.
READ ALSO
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે