ભારતમાં ચૂંટણી પૂર્ણ થાય એટલે અમારા સંબંધો સારા : ઈમરાન ખાન

Pakistani Prime Minister

ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ભારતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધમાં સુધારો થશે. ઈમરાન ખાને દાવો કર્યો કે, ભારત સાથે પાકિસ્તાન સંબંધ સુધારવા માટે શાંતિ અને પ્રગતિની રાહ પર પહેલુ પગલુ ભરશે.

પુલવામા આતંકવાદી હુમલા બાદ બન્ને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. આ હુમલામાં 40 જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે વાયુસેનાએ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ગત દિવસે ઈમરાન ખાને જણાવ્યુ હતુ કે, ભારત અમને પુલવામા હુમલાના પુરાવા આપે અને આતંકવાદ અને હુમલાખોર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter