GSTV
Home » News » મધુ શ્રીવાસ્તવ મુદ્દે નીતિન પટેલનું નિવેદન ‘અમારી સરકારમાં કોઈ હનુમાન નથી, બધા રામ છે’

મધુ શ્રીવાસ્તવ મુદ્દે નીતિન પટેલનું નિવેદન ‘અમારી સરકારમાં કોઈ હનુમાન નથી, બધા રામ છે’

મધુ શ્રીવાસ્તવના લાફાવાળા નિવેદન મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે અને મધુ શ્રીવાસ્તવનું નિવેદન સ્વભાવિક હોવાનું તેમજ તેઓનો સ્વભાવ ઉગ્ર છે તેમ જણાવ્યું છે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં મનગમતા કામ કરવા માંગતા હોય છે, જે માટે તેઓ સંબધિત અધિકારીઓ પાસે માંગ પણ કરતા હોય છે.

સિંચાઇ વિભાગમાં મધુ શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર સરકાર મંજૂરી આપવા કટિબદ્ધ હોવાનું પણ ડેપ્યુટી સીએમએ કહ્યું છે. નીતિન પટેલે કહ્યું કે અમારી સરકારમાં કોઈ હનુમાન નથી, બધા રામ છે. સરકાર પાસે બધાની ઘણી માંગણીઓ હોય છે પરંતુ સરકાર પોતાની જોગવાઇ અનુસાર કામ કરે છે.

મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી ઉચ્ચારી

ભાજપના મોવડીઓએ માંડ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો ગુસ્સો શાંત કર્યો ત્યાં તેમના જ જિલ્લાના અન્ય ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો તો સાતમા આસમાને છે. તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી છે.

અલગ અલગ વિકાસના કામો ન થતા હોવાથી નારાજગી હોવાનો સૂર તેમણે આલાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ મધુ શ્રીવાસ્તવની અધિકારીઓ સામે નારાજગી સામે આવી હતી.બે દિવસથી નારાજ ચાલી રહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને આખરે ગઈકાલે ભાજના પ્રદેશ મોવડીઓએ મનાવ્યા હતા અને કેતન ઈનામદારે પોતાનુ રાજીનામુ પાછું ખેંચ્યું હતું. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.

તેમણે કહ્યું કે, તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે. ધારાસભ્યએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પર આરોપ મૂકતા કહ્યું કે, વાઘોડિયાના તળમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી. કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે. જો મારું કામ નહિ થાય તો રાજીનામુ આપી દઈશ.

READ ALSO

Related posts

દિલ્હીમાં 200 રૂપિયે મળી રહ્યું છે દૂધ, હિંસા બાદ શાકભાજી-દાળના ભાવ આસમાને

Arohi

ફાનાટિકા ખાતે યુરોપિયન વેગન ફૂડ ફેસ્ટિવલ યોજાયો

pratik shah

Moody’s : ચીન બાદ હવે કોરોના વાઈરસ વિશ્વભરને મંદી તરફ લઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!