GSTV

સાકીબ અલ હસનનો પ્રતિબંધ પૂર્ણ થશે, બાંગ્લાદેશ તેને વેલકમ કરવા માટે આતુર છે

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ તેના સૌથી સફળ ઓલરાઉન્ડર સાકીબ અલ હસનને ફરીથી આવકારવા માટે આતુર છે. આમ તેનો વર્તમાન સુકાની મહેમૂદુલ્લાહ માની રહ્યો છે કેમ કે એક વર્ષ અગાઉ સાકીબ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારે તેને સ્થાને મહેમૂજુલ્લાહને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશ ક્રિકેટર

29મી ઓક્ટોબરે પૂર્ણ થશે પ્રતિબંધ

હવે સાકીબ પરત ફરી રહ્યો છે. 29મી ઓક્ટોબરે એટલે કે ગુરુવારે તેનો પ્રતિબંધ સમાપ્ત થશે. સાકીબ હસન હાલમાં તેના પરિવાર સાથે દુબઈમાં છે. તેનો પ્રતિબંધ તો 29મીએ પૂરો થશે પરંતુ તે ક્રિકેટના મેદાન પર આવતા મહિને જ પાછો ફરી શકશે.

અમે સ્વાગત સ્વાગત કરવા આતુર: મહેમૂદુલ્લાહે

મહેમૂદુલ્લાહે જણાવ્યું હતું કે અમારો ખેલાડી પરત ફરી રહ્યો છે અને અમે તેને વેલકમ કરવા માટે આતુર છીએ. અમે જાણીએ છીએ કે સાકીબ હસન છેલ્લા કેટલાક સમયથી બેસ્ટ પ્લેયર રહ્યો છે. હવે તે ડ્રેસિંગ રૂમમાં પાછો આવી રહ્યો છે.

T20 ટુર્નામેન્ટમાં લઇ શકે છે ભાગ

પ્રતિબંધના ગાળામાં સાકીબ મોટા ભાગે લોકોથી દૂર રહ્યો છે અને તેણે ખાસ મુલાકાતો પણ આપી ન હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પાંચ ટીમની એક ટી20 ટુર્નામેન્ટ યોજી રહ્યું છે જેનું આયોજન નવેમ્બરના મધ્યમાં થશે અને તેમાં સાકીબ રમી શકશે. બાગ્લાદેશની ટીમ જાન્યુઆરીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ શરૂ કરશે. તે વખતે વેસ્ટ ઇન્ડિઝની ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે અને સિરીઝ રમશે.

મેચ ફિક્સિંગનો લાગ્યો હતો આરોપ

સાકીબ હસન પર આઇસીસીએ પ્રતિબંધ લાદ્યો ત્યારે એવો આક્ષેપ કર્યો હતો કે મેચ ફિક્સિંગ માટે બુકીઓએ તેનો સંપર્ક કર્યો હતો પરંતુ આ અંગે સાકીબે આઇસીસીને જાણ કરી ન હતી. જોકે સાકીબે આ આક્ષેપ નકારી કાઢ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોના કૌટુંબિક સંબંધોમાં કડવાશ વધારશે, અમદાવાદમાં 376 લગ્નો પોલીસની મંજૂરીથી થશે

Bansari

ભારતીય સોશિયલ મીડિયા એપને ખરીદવા માટે ગૂગલે કરી 1.03 અબજ ડોલરની ઓફર, 16 કરોડ છે એક્ટિવ યૂઝર્સ

Bansari

મોદીએ એમ જ 8 રાજ્યો સાથે નથી કરી બેઠક : દેશમાં વધ્યા છે કોરોનાના કેસો, 585 દર્દીઓના થયા મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!