OTT પર મનોરંજનની ક્યારેય કોઈ કમી નથી. આવી સ્થિતિમાં OTT એ મે મહિનાના છેલ્લા સપ્તાહને આનંદથી ભરપૂર બનાવવાની વ્યવસ્થા કરી છે. હવે તમારે ઉનાળામાં મૂવી જોવા માટે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. કારણ કે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી લઈને વરુણ ધવનની ‘ભેડિયા’ સુધીની ફિલ્મ OTT પર આવી ગઈ છે.
કિસી કા ભાઈ કિસી કી જાન

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં 100 કરોડ સુધીનો બિઝનેસ કર્યા બાદ OTT પર રિલીઝ થઈ છે. આ ફિલ્મનું Zee5 પર સ્ટ્રીમિંગ શરુ કરવામાં આવ્યું છે.આ સમાચાર સાંભળ્યા બાદ સલમાન ખાનના ચાહકો આનંદથી ઉછળી પડ્યા હશે. જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઈ હોય તો તમારો ફોન કાઢીને સલમાનની ફિલ્મ જોઈ લો.
ભેડિયા

વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ભેડિયા ભલે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી. પરંતુ હજુ પણ ઘણા લોકોને આ ફિલ્મ પસંદ આવી છે. આવા લોકો જેઓ OTT પર ભેડિયા આવવાની રાહ જોઈ રહ્યા હતા, હવે તેમના માટે સારા સમાચાર છે. આ ફિલ્મ JioCinema પર આવી છે. હવે તમે વીકએન્ડ પર ઘરે બેઠા આ ફિલ્મ જોઈ શકો છો.
સિટી ઑફ ડ્રીમ્સ 3

સલમાન અને વરુણની ફિલ્મ ઉપરાંત લોકપ્રિય પોલિટિકલ-ક્રાઈમ-ડ્રામા વેબ સિરીઝ સિટી ઑફ ડ્રીમ્સની નવી સિઝન પણ રિલીઝ થઈ રહી છે. આ સીરીઝની છેલ્લી બે સીઝનને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. સિટી ઓફ ડ્રીમ્સ 3 આજે ડિઝની+ હોટસ્ટાર પર આવી રહી છે.
સિર્ફ એક બંદા કાફી હૈ

મનોજ બાજપેયીની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ તાજેતરમાં જ ZEE5 OTT પ્લેટફોર્મ પર આવી છે. આ સિરીઝને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. દર્શકો મનોજ બાજપેયીની જોરદાર એક્ટિંગના વખાણ કરતાં થાકતા નથી.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં