GSTV

ભારતમાં ઓટીટી પ્લેયર્સનું વર્ચસ્વ, જાણો નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વગેરેનો કેટલો છે હિસ્સો

Last Updated on November 30, 2020 by pratik shah

છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટીટી પ્લેટફોર્મ્સેમાં ભારતમાં તેની પહોંચ અને પકડ મજબૂત કરી છે. વિદેશી વીડિયો સ્ટ્રીમિંગ એપ્સની સાથે દેશી વીડિયો સ્ટ્રીમિંગ એપ્સ પણ બજારમાં અત્યંત ધૂમ મચાવી રહ્યા છે. કોરોના મહામારી બાદ આ એપ્સની માં અત્યંત ઝડપથી વધી ગઈ છે. ભારતમાં મોટા બેનરની ફિલ્મો પણ રિલીઝ થઈ રહી છે. ભારતીય બજાર પર વર્ચસ્વ જાળવવા માટે આ સ્ટ્રીમિંગ એપ્સે પણ અનેક બજેટ પ્લાન્સ લોન્ચ કરીને તેમના દર્શકોનો પાયો મજબૂત કર્યો છે.

ઓટીટી

ભારતીય બજારમાં આ છે મોટા ખેલાડીઓ

અહેવાલ મુજબ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ ભારતીય બજારમાં મોટા ખેલાડીઓ હતા, પરંતુ હોટ સ્ટાર ધીરે ધીરે એક મોટો પ્લેયર તરીકે ઉભરી આવ્યો. ડિઝની અને હોટ સ્ટારની ડીલે તેને મજબૂત બનાવ્યો. આને કારણે હોટસ્ટારે 17 ટકા માર્કેટમાં પોતાની પકડ બનાવી લીધી. બીબીસીના અહેવાલ મુજબ, નેટફ્લિક્સે આ વખતે 18 ભારતીય ઓરીજનલ હિન્દી સિરીઝ લોન્ચ કરી છે, જ્યારે એમેઝોન પ્રાઇમે લગભગ 14 સીરીઝો લોન્ચ કરી છે. ડિઝની અને હોટસ્ટારે આ વખતે એક અલગ અભિગમ સાથે કામ કર્યું. તે તેના પ્લેટફોર્મ પર બોલિવૂડની સાત ફિલ્મો રિલીઝ કરવા જઈ રહી છે જે મૂળ સિનેમા હોલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.

ભારત વિશ્વનું બીજું મોટું ઓનલાઇન માર્કેટ

ઓટીટી પ્લેટફોર્મ્સ પર અક્ષય કુમારની ‘લક્ષ્મી’, અભિષેક બચ્ચન-રાજકુમાર રાવની ‘લૂડો’, અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ‘ગુલાબો-સીતાબો’, વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’, ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’, ‘અ સ્યુટેબલ બોય’ વગેરે રિલીઝ કરવામાં આવ્યા. 560 મિલિયન (56 કરોડ) ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સ સાથે ભારત વિશ્વનું બીજું મોટું ઓનલાઇન માર્કેટ છે. રિપોર્ટ અનુસાર, એક અંદાજ છે કે 2023 સુધીમાં તે 650 મિલિયન (650 કરોડ)ના આંકડાને સ્પર્શી જશે. સામાજિક અસમાનતાના ધોરણોને ધ્યાનમાં લેતા 2019માં ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 290 મિલિયન ઇન્ટરનેટ યુઝરો હતા જ્યારે શહેરી વિસ્તારોમાં 337 મિલિયન ઇન્ટરનેટ યુઝરો હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana

કામનું/ 90 ટકા સબસિડી લઇને આજે જ શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે 2 લાખનો નફો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!