GSTV
Home » News » શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

ભારતના સ્ટાર બોક્સર શિવ થાપાએ કઝાકિસ્તાનના નીર સુલ્તાનમાં થયેલાં પ્રેસિડેંટ કપમાં શનિવારે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.  થાપાએ પોતાના નવા ભાર વર્ગમાં 63 કિલોગ્રામ વર્ગમાં આ મેડલ મેળવ્યો છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 2006માં થઈ હતી. અને ત્યારથી ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. શિવ થાપા સિવાય ભારતે આ ટુર્નામેન્ટમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ થઈને કુલ 4 મેડલ મેળવ્યા છે.

ફાઈનલમાં થાપાનો સામનો બે વાર એક એશિયન કોન્ફેડરેશન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારા કઝાકિસ્તાનનાં ઝાકિર સૈફિલીન સામે થયો હતો. જોકે, ઝાકિર સેમી ફાઈનલ મેચ દરમ્યાન ઘાયલ થયો હતો. જેને કારણે ફાઈનલમાં થાપાને વૉકઓવર મળી ગયો અને ભારતના નામે ગોલ્ડ મેડલ રહ્યો હતો.

આની પહેલાં શિવ થાપાએ સેમી ફાઈનલમાં કિર્ગિસ્તાનના અર્ગોન કાદિરીબેકુલુને 4-1થી હરાવ્યો હતો. ટ્રાયલ્સમાં હારવાને કારમે વિશ્વ ચેમ્પિયનશીપની ટીમમાં શિવ થાપા જગ્યા બનાવી શક્યો હતો. મહિલા વર્ગમાં પ્રવીણને 60 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ મળ્યો છે.

ઈન્ડિયા ઓપનમાં સિલ્વર મેડલ જીતનારી 19 વર્ષની પ્રવીણને ફાઈનલમાં કઝાકિસ્તાનની રીમા વોલોસેંકોએ 0-5થી હરાવી હતી. તેના સિવાય 69 કિલોગ્રામમાં દુર્યોધન સિંહ નેગીને કઝાકિસ્તાનના શાઈકન તલગત સામે 1-4થી અને 75 કિલોગ્રામમાં સ્વીટી બોરાએ રશિયાની એલિના ગાપેશિનાને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

READ ALSO

Related posts

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

22 વર્ષની યુવતીને થયો પ્રેમ, 6 વખત સેક્સ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!