
સ્વામીનાથને એમ પણ કહ્યું કે મહામારીના અંતની અફવાઓ પર વિશ્વાસ કરીને સાવધ રહેવાનું બંધ ન કરો. કોરોના વાયરસનો નવો પ્રકાર ગમે ત્યારે, ગમે ત્યાં આવી શકે છે અને આપણે ફરીથી એ જ સ્થિતિમાં પાછા આવી શકીએ છીએ. આને ધ્યાનમાં રાખીને, આપણે હજી પણ સાવચેતી રાખવાની જરૂર છે. આશા છે કે 2022 ના અંત સુધીમાં આપણે વધુ સારી સ્થિતિમાં આવીશું.

સ્વામીનાથને વધુમાં કહ્યું કે જ્યારે વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા માત્ર 100 પર પહોંચી હતી, ત્યારે જ WHO તરફથી ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તે સમયે કોઈએ અમારી ચેતવણીને ગંભીરતાથી લીધી ન હતી. તે જ સમયે, જો તમામ દેશોએ યોગ્ય પગલાં લીધાં હોત, તો કદાચ આપણે અત્યાર સુધી જે નુકસાન સહન કરી રહ્યા છીએ તે આટલું ન થયું હોત. તેમણે વધુમાં કહ્યું કે અમે જોયું છે કે કેવી રીતે અમેરિકા અને યુરોપમાં કોરોનાએ તબાહી મચાવી છે. દરેક જગ્યાએ સ્તિથી દિવસે દિવસે કફોડી બની હતી અને આજે પણ આ પરિસ્તિથી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આપણી નાનકડી બેદરકારી ફરી એકવાર ભયાનક તબક્કો લાવી શકે છે. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આફ્રિકન દેશોની 85 ટકા વસ્તીને હજુ પણ કોરોના રસીનો એક પણ ડોઝ મળ્યો નથી અને આ કોરોનાના નવા પ્રકારના ફેલાવા માટે જવાબદાર સાબિત થઈ શકે છે.
READ ALSO:
- માઠા સમાચાર/ સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ, અનિલ અંબાણી અને અન્ય ત્રણ લોકો પર બજારમાં લાદયો પ્રતિબંધ
- ક્વાડ બેઠક/ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન સામે પરસ્પર સહયોગ વધારવા ભાર મૂકાયો; કોરોના, સમુદ્રમાં મુક્ત વેપાર અંગે ચર્ચા
- પોલીસના ટ્રેનિંગ વિભાગના ડીજીપી વિકાસ સહાય કોરોનાની ઝપટમાં, રાજકોટ પોલીસ કમિશનર સામે થયેલા તોડકાંડના આક્ષેપોની કરી રહ્યા છે તપાસ
- વડોદરા / કેમરોક ઇન્ડસ્ટ્રિઝ પર EDની મોટી કાર્યવાહી, કૌભાંડી કલ્પેશ પટેલની 57 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી
- આઇપીએલની મેગા ઓક્શન/ 600 જેટલા ખેલાડીનું ભાવિ નક્કી થશે, 33 પહેલેથી ટીમમાં સામેલ
Toggle panel: Rank Math Overview