GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોરોનાથી થયેલા નુકસાન બદલ શું અન્ય દેશ ચીન પાસેથી વળતર માગી શકે ? આ છે નિયમો

jin

હવે વિશ્વભરની વસતિમાં કોરોના વાઈરસ પોતાનો અડિંગો જમાવી ચૂક્યો છે. એવામાં ઘણા દેશો ચીને સામે આવી મદદ માટે પહેલ કરવી જોઈએ આવો વિચાર વ્યક્ત કરી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરાના વાઈરસને લઈને ચીનની વારંવાર આલોચના કરી રહ્યા છે. મિજૂરી (અમેરિકા) તો વિશ્વનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે ચીન પર સીધો દાવો માંડી દીધો છે. એવામાં સવાલ એ પેદા થાય છે કે શું કોરોના વાઈરસ ફેલાવવા બદલ અન્ય દેશો ચીન પાસેથી વળતર માગી શકે છે.

ચીને આરોપો ફગાવ્યા

મિજૂરી રાજ્યએ કહ્યું કે, ચીનના વુહાનથી ફેલાયેલા વાઈરસે રાજ્યને ભયંકર આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. જેની ભરપાઈ માટે ચીન વળતર આપે તેવી માગ ઉઠી છે. જોકે આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મિજૂરી દ્રારા લગાવવામાં આવેલા આરોપો તથ્યાત્મક અને પાયાવિહોણા હોવાનું કહી ફગાવી દીધા છે.

આંતરાષ્ટ્રીય મંચ પર આવવું પડશે

આ પહેલા અસંખ્ય કંપનીઓએ પણ ચીનની પૂંછડીને સીધી કરવા માટે કેસ દાખલ કર્યા હતા. રોયટર્સ સાથે વાત કરતા આંતરાષ્ટ્રીય કાનૂનના વિશેષજ્ઞએ કહ્યું કે, ચીન તો જવાબદાર છે, આ વિશેનું સમાધાન કદાચ જ અમેરિકાની અદાલતમાં થઈ શકે. જો અમેરિકા ચીન વિરૂદ્ધ આવું કરવા માગે છે તો તેણે આંતરાષ્ટ્રીય મંચ પર કરવાનું રહેશે. બીજીંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શૂઆંગે એ પણ કહ્યું હતું કે, ચીન અમેરિકાની નાગરિક કોર્ટ માટે જવાબદાર નથી. ફ્રાંસ, ઈરાન, બ્રાઝીલ સહિતના દેશો કોરોનાને લઈ ચીન પર વારંવાર સવાલ ઉઠાવી રહ્યાં છે. ચીને આ પ્રકારની તમામ કોમેન્ટને વંશભેદી અને વિદેશીઓના પ્રત્યે ડર પેદા કરવાની ભાવના સાથેના બતાવ્યા છે.

જર્મનીએ 149 બિલિયન યૂરોની માગ કરી ?

જર્મનીએ ચીનને કોરોના વાઈરસ માટે જવાબદાર હોવાનું કહી 149 બિલિયન યૂરોનું બિલ ફટકાર્યું હતું. પણ આ ખબર ખોટી છે. જર્મન સરકાર દ્રારા આવું કોઈ પણ બિલ પાસ કરવામાં નથી આવ્યું. BLID નામના અખબારે કોરોના વાઈરસથી જર્મનીને થયેલા નુકસાનનું બિલ જાહેર કર્યું હતું.

અમેરિકાનો કાયદો શું કહે છે ?

અમેરિકાની વાત કરવામાં આવે તો નિષ્ણાંતો માને છે કે, ચીન પર કેસ ચલાવવા માટે મિઝૂરી જેવા રાજ્યને પર્યાપ્ત કાનૂની સમર્થન નથી. સોવરેંટી ઈમ્યુનિટી પ્રિન્સિપલ (સંપ્રભુ પ્રતિરક્ષાનો સિદ્ધાંત) 1894માં ઈંગ્લેન્ડની એક અદાલતથી નીકળ્યો અને વિકસિત થતો ગયો. જે ચીન સંબંધિત પક્ષને અમેરિકામાં કેસ ચલાવવાથી બચાવે છે. ભારતમાં પણ એવું જ છે. સોવરેંટી ઈમ્યુનિટી હેઠળ કોઈ દેશ પોતાના વિસ્તારમાં કોઈ અન્ય દેશ પર કેસ નથી કરી શકતો.

કાયદામાં બદલાવ થયો

1952 સુધી આ કાયદો અમેરિકામાં લાગુ હતો. જે પછી આ કાયદામાં બદલાવ થયો. 1976માં નવો કાનૂન આવ્યો. ફોરેન સોવરિન ઈમ્યુનિટીઝ એક્ટ. જેમાં બે વસ્તુ ખાસ હતી. સરકારની જગ્યાએ અદાલત કાનૂની નિર્ણયો લેશે. બીજી વાત હતી કે, પ્રાઈવેટ કંપની પર પણ કેસ ચલાવી શકાશે. ચીન એક સંપ્રભૂ રાષ્ટ્ર છે. અને એવામાં ચીન સહિત તમામ દેશોને એ અધિકાર છે કે એ જવાબ દેવાથી બચી શકે છે.

આંતરાષ્ટ્રીય નિયમ શું છે ?

દુનિયામાં હજુ સુધી સાફ કોઈ એવો નિયમ નથી. જેના કારણે સંક્રામક રોગોના પ્રસારના ઉલ્લંઘનથી જોડાયેલા નુકસાન બદલ વળતર મળે. આંતરાષ્ટ્રીય નિયમો દ્રારા ચીનમાંથી ફેલાયો હોવાના કારણે ચીનને આ ઘટનામાં ખેંચી શકાય છે. WHOના અપડેટેડ ઈન્ટરનેશનલ હેલ્થ રેગુલેશન્સ 2005માં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચીને પોતાના આંતરાષ્ટ્રીય દાયિત્વોનું ઉલ્લંઘન કર્યું છે. WHOના નિયમ 6 અને 7 હેઠળ સાચા સમયે નોટિફિકેશન અને માહિતી શેર કરવાની હોય છે. જે કોઈ પણ દેશમાં વાઈરસનો પ્રકોપ હોય.

આર્ટિકલ 75 શું કહે છે ?

ચીન પર આરોપ છે કે તેણે ડોક્ટર્સ અને હેલ્થ વર્કસને દબાવવાની કોશિષ કરી. જેણે સૌ પ્રથમ કોરોના વાઈરસ કેટલો ભયજનક છે તે વાતની ચેતવણી આપી હતી. એક એ પણ આરોપ છે કે કોરોના વાઈરસને લઈને ચીને માહિતી આપવામાં કંજૂસી કરી છે. WHOનો આર્ટિકલ 75 કહે છે કે, કોઈ પણ સવાલ કે વિવાદ જે સ્વાસ્થ્ય સભા દ્રારા નક્કી નથી. તેને ઈન્ટરનેશનલ કોર્ટમાં મોકલવામાં આવશે. ચીનને કોર્ટમાં લાવવા માટે માત્ર કોઈ એક દેશે આંતરાષ્ટ્રીય અદાલતમાં એ કહેવું પડશે કે કોરોનાની જાણકારી ચીને છુપાવી હતી.

READ ALSO

Related posts

કોરોના મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યુ છે ચીન, સમુદ્રમાં કરી રહ્યુ છે આ તૈયારી

Ankita Trada

કોરોનાનો ભરડો: છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં નવા 438 કેસો નોંધાયા, ચેપગ્રસ્તોનો કુલ આંકડો 16 હજારને પાર

pratik shah

AMTS બસની સીટો સ્ટીકર લગાવવામાં આવ્યા, બેની સીટમાં એક પેસેન્જર બેસી શકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!