GSTV

ફાસ્ટટેગથી સરકારને ડિસેમ્બરમાં થઈ અધધધ આવક, દરરોજનો આંકડો કરોડોમાં

Last Updated on January 4, 2020 by Mayur

કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરથી નેશનલ હાઈવે ટૉલ પ્લાઝા પર દરેક વાહનો માટે ફાસ્ટટેગ ફરજીયાત કરી દીધું છે. જો કે, એક મહિના સુધી એટલે કે, 14 જાન્યુઆરી સુધી દરેક હાઈવે પર 1/4 ટોલ પ્લાઝા પર લોકો રોકડ રકમ અથવા ફાસ્ટટેગથી કર ભરી શકશે. સરાકારે ફાસ્ટટેગનો અમલ કર્યા બાદ ડિસેમ્બર મહિનામાં આ ટોલ પ્લાઝા પરથી દરરોજની 40 કરોડ રૂપીયાથી વધારેની કમાણીથઈ રહી છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં ઈલેક્ટ્રોનિક ટોલ કનેક્શન સિસ્ટમ હેઠળ અત્યાર સુધીમાં 1.15 કરોડથી વધારે ફાસ્ટટેગને જાહેર કરી દેવામાં આવ્યું છે. NHI ના જણાવ્યાપ્રમાણે, અત્યારે હવે દરરોજ લગભગ 1 લાખથી વધાર ફાસ્ટટેગનું વેચાણ થઈ રહ્યું છે.

ડિસેમ્બર-2019માં ફાસ્ટટેગથી ટોલ કનેક્શનના આંકડા

ડિસેમ્બર 2019માં દેશના નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝામાં ફાસ્ટટેગથી લગભગ 6 કરોડ 40 લાખ રૂપીયાનું ટ્રાંજેક્શન થયું છે. જેમાંથી 1256 કરોડ રૂપીયાની આ સરકારને થઈ ગઈ છે. આ દરરોજના હિસાબે 42 કરોડ રૂપીયાની આસપાસ છે. નવેમ્બરમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગથી 6 કરોડ 40 લાખ ટ્રાંજેક્શન થયા હતા. જેમાં નવેમ્બર મહિનામાં આ ટ્રાંજેક્શનથી લગભગ 774 કરોડ રૂપીયાની આવક થઈ હતી. આ આંકડાઓ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈંડિયા તરફથી જાહેર કરવામાં આવ્યા છે.

15 જાન્યુઆરીથી ફાસ્ટટેગ ફરજીયાત

જે વાહન ચાલકે 15 જાન્યુઆરી સુધીમાં પણ પોતાના વાહન પર ફાસ્ટટેગ નથી લગાવ્યું નથી તો, તે વાહન ચાલકને ટોલ પ્લાઝા પર નીકળતા સમયે બે ગણો ટોલ ટેક્સ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે, 15 જાન્યુઆરી બાદ ફાસ્ટટેગ વગરના વાહનો માટે ટોલ પ્લાઝા પર કોઈ પણ પ્રકારની લેન ઉપલબ્ધ રહેશે નહી, માત્ર ફાસ્ટટેગ વાહનો માટે જ લેન ઉપલ્બધ હશે.

ફાસ્ટટેગથી પાર્કિંગ અને ઈંધણની પણ ચુકવણી કરી શકાશે

ફાસ્ટટેગથી ટોલ ટેક્સ સિવાય જલ્દીથી જ સમગ્ર દેશમાં ઈંધણની ચૂકવણી અને પાર્કિંગની ફી પણ ચૂકવી શકાશે. જેની શરૂઆત હૈદરાબાદ એરપોર્ટથી થઈ ગઈ છે, જ્યાં કાર પાર્કિંગ સહિત અન્ય ચૂકવણી FASTagથી થશે. આ વ્યવસ્થાને ફાસ્ટટેગ 2.0 નામથી ઓળખવામાં આવશે. જો કે, હૈદરાબાદમાં આ યોજનાને સફળતા મળ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જણવ્યું હતું કેસ ફાસ્ટટેગ 2.0 પાયલોટ પ્રોજેક્ટ બે ફેઝમાં લૉન્ચ કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!