GSTV
Home » News » ઓસ્કરે ચાર મહત્વની કેટેગરી બંધ કરી દેતા સોશિયલ મીડિયા પર થયો વિરોધ

ઓસ્કરે ચાર મહત્વની કેટેગરી બંધ કરી દેતા સોશિયલ મીડિયા પર થયો વિરોધ

ઓસ્કર 2019ની રાત જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેની ચર્ચાઓ પણ જોરોશોરોથી ચાલી રહી છે. ગત્ત વર્ષની માફક આ વર્ષે પણ ઓસ્કર એર્વોડને કોઈ હોસ્ટ નહીં કરે. કોમેડિયન કેવિન હાર્ટને હાયર કર્યા બાદ 2 દિવસમાં જ જબરદસ્તી હટાવી દેવામાં આવ્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ ટ્વીટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્વીટ તો કેવિન હાર્ટે ઘણા સમય પહેલા કરી હતી જેને ઈન્ટરનેટ પર રીસર્ફેસ થઈ ગઈ હતી.

ઓસ્કર 2019 કેટલાક નેગેટિવ કારણોથી ચાલતા પણ સમાચારોમાં છે. The Academy of Motion Picture Arts and Sciences (AMPAS) ચાર મોટી કેટગરીને બંધ કરી દીધી છે. શોની સમય મર્યાદા ત્રણ કલાકમાં પૂર્ણ કરવા માટે આ કરવામાં આવ્યું છે. જે કેટગરીને ઓસ્કરમાંથી હટાવી દેવામાં આવી છે તેમાં સિનેમેટોગ્રાફી, એડિટીંગ, લાઈવ એક્શન શોર્ટ, મેકઅપ અને હેરસ્ટાઈલિંગનો સમાવેશ થાય છે.

અકાદમીના અધ્યક્ષ જોન બેલીએ સોમવારે પોતાની અધ્યક્ષતામાં ઈમેલ કરી વ્યાવસાયિક બ્રેક સમયે ઓસ્કર રજૂ કરવાની ઘોષણા કરી. તેમણે લખ્યું કે, એકેડેમી એર્વોડને રજૂ કરવા માટેની પેટર્ન મલ્ટી મીડિયા વિશ્વમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને અમારો શો પણ આ સાથે બદલવો જોઈએ. જેથી અમે મોશન પિક્ચર્સન વર્લ્ડવાઈલ્ડ ઓડિયન્સ સાથે તૈયાર કરી શકીએ.

2019ના ઓસ્કરની વાત કરીએ તો 24 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય અનુસાર 25 ફેબ્રુઆરી સવારે લોસ એન્જલેસમાં એર્વોડ એનાયત કરવામાં આવશે. ઓસ્કર દ્વારા ચાર મોટી કેટગરી બંધ કરી દેતા સોશિયલ મીડિયા પણ આક્રોષ જતાવી રહી છે. લોકો ટ્વીટ કરી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

READ ALSO

Related posts

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari

જીવનમાં અનેક અડચણો આવતી હોય તો નવા વર્ષે કરો આ ઉપાય, ચમકી ઉઠશે તમારી કિસ્મત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!