GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

જે પ્રિયા પ્રકાશની આંખ પર લોકો મોહી પડેલા તેની ફિલ્મ ઓરુ આદર લવ વર્ષની સૌથી મોટી ફ્લોપ થઈ ગઈ

પ્રિયા પ્રકાશ વોરિયર જેણે પોતાની આંખના એક ઈશારે જગત આખામાં પોપ્યુલારીટી મેળવી લીધી. રાતોરાત પ્રિયા ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી. ગીત અને પ્રિયાની ફિલ્મની ભારતના ફેન્સ બેસબ્રીથી રાહ જોઈ રહ્યા હતા. એ ફિલ્મ રિલીઝ થઈ છે. નામ છે ઓરૂ આદાર લવ અને ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફ્લોપ થઈ ગઈ છે. આટલી મોટી ડિઝાસ્ટર કોઈ ફિલ્મ નથી બની જેટલી પ્રિયાની ફિલ્મ બની છે. ગત્ત વર્ષે ફિલ્મનું એક ગીત અને આંખ મારતી પ્રિયાની અદા સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ તેની લોકપ્રિયતાનો ગ્રાફ એકાએક ઉપર ચડી ગયો હતો. જે પછી ધીમે ધીમે તે મીડિયામાં હાઈલાઈટ થવા લાગી. હાલમાં જ ફિલ્મનો એક કિસીંગ સીન પણ સામે આવ્યો હતો જેમાં પ્રિયા પોતાના લવ ઈન્ટ્રેસને તસતસતુ ચુંબન આપી દે છે. આ સીન પણ ફિલ્મને નથી બચાવી શક્યો એ હદે ફિલ્મ બોક્સઓફિસ પર ધબાયનમ: થઈ ગઈ છે.

ફિલ્મની સ્ટોરી સ્કૂલના એક ગ્રુપની છે. 145 મિનિટની ફિલ્મ છે. ફિલ્મ તમને સ્કૂલ સમયની યાદ અપાવી દેશે. ફિલ્મમાં બતાવવામાં આવેલી ટીનેજર લવસ્ટોરી જેટલી શાનદાર લાગે છે તેટલી મનમોહક નથી લાગતી. ડાયરેક્ટરે જે દર્શાવવું જોઈએ તે વસ્તુ પર તેઓ ફોક્સ નથી કરી શક્યા. થીએટરમાં મોટી ઉંમરના લોકો આવા સીન્સ જોઈ તો આરામથી તેમને ઉબકા આવવા લાગે. અને આ કારણે જ કેટલાક સીન્સમાં ફિલ્મ હાસ્યાસ્પદ ઠરી જાય છે.

ફિલ્મનો પહેલો હાફ ફિલ્મની પરિભાષા પ્રમાણે મનોરંજન આપે છે. પણ ફિલ્મનો અંત અને ટ્રેજિક સિક્વન્સથી દર્શકો ખુશ નથી થઈ શકતા. કારણ કે તે વસ્તુ અનએક્સપેક્ટેડ છે. આવા પ્રકારની ફિલ્મ બનાવી તેને લવનું ઉપનામ જ શા માટે આપવું જોઈએ. ઉપરથી તેને વેલેન્ટાઈન ડેના દિવસે જ રિલીઝ કરવી ? ફિલ્મની કોઈ સારી વાત હોય તો એકમાત્ર એ છે કે નવા કલાકારો ડેબ્યુ કરી રહ્યા છે.

ફિલ્મમાં પ્રિયા પ્રકાશ વોરિયરે આંખ મારવા સિવાય કોઈ પણ પ્રકારના એક્સપ્રેસન નથી આપ્યા. તે ફિલ્મ જોયા પછી માનવું પડે. ફિલ્મ વિશે ઓવરઓલ એ કહી શકાય કે થીએટરમાં જોવાને લાયક નથી પરંતુ મોબાઈલમાં જોઈ શકો છો. એક્ચ્યુલી ફિલ્મને બીજી ભાષાઓમાં ડબ ન કરીને બીજી ભાષાઓ પર પણ ડાયરેક્ટરે મહેરબાની કરી છે. એક પ્રકારે લવસ્ટોરી છે પણ લવસ્ટોરીનો જે મૂળ એલિમેન્ટ હોવો જોઈએ તે ક્યાંય દેખાતો નથી.

READ ALSO

Related posts

અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, છ લોકોના કરૂણ મોત, આઠને ઈજા

Mansi Patel

આસામના એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ થયા કોરોનાગ્રસ્ત, જેલમાં અન્ય 55 કેદી પણ કોરોનાથી સંક્રમિત

Pravin Makwana

કુમાર કાનાણીના પુત્રને કાયદાનું ભાન કરાવનાર સુરતની લેડી સિંઘમનો Exclusive Video

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!