GSTV
Home » News » PNB જ નહી આ બેંકને પણ નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ લગાવ્યો છે ચુનો, હવે થયો ખુલાસો

PNB જ નહી આ બેંકને પણ નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ લગાવ્યો છે ચુનો, હવે થયો ખુલાસો

પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી બાદ હવે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની સામે વધુ એક બેંક સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યુ છે. શુક્રવારે સરકારી બેંક ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે નોટિસ રજૂ કરીને જણાવ્યુ હતુકે, નીરવ મોદી અને મેહુલ ચોક્સી અને તેમની કંપનીએ બેંકનું 289 કરોડ રૂપિયાની લોન ચુકવી નથી.

નીરવ મોદીની બે કંપનીઓએ કર્યુ કૌભાંડ

નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું 60.41 કરોડ રૂપિયાનું દેવું ચુકવ્યુ નથી. જ્યારે મોદીની ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડે બેન્કના 32.25 કરોડ રૂપિયાનું દેવું ચુકવ્યુ નથી.

ચોક્સીની આ કંપનીઓનું દેવું બાકી

મેહુલ ચોક્સીની વાત કરીએ તો, ચોક્સીની ગીતાંજલી જેમ્સ લિમિટેડે ઓબીસી બેંકની 136.45 કરોડ રૂપિયાની લોનની ભરપાઈ કરી નથી. આ સાથે ચોક્સીના નક્ષત્ર વર્લ્ડ લિમિટેડે પણ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું ઋણ ચૂકવ્યું નથી. નક્ષત્ર વર્લ્ડ લિમિટેડે બેંક પાસેથી 59.53 કરોડ રૂપિયાની લોન લીધી હતી.ફેબ્રુઆરી 2018 માં પીએનબી કૌભાંડ બાદ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે 21 માર્ચ 2018ના રોજ આ બંનેના ખાતાઓને એનપીએ તરીકે જાહેર કર્યા હતા.

SBIને પણ લગાવ્યો છે 405 કરોડનો ચુનો

આની પહેલાં મેહુલ ચોક્સી, તેના પરિવાર અને કંપનીઓ દ્વારા ભારતીય સ્ટેટ બેંક પાસેથી 405 કરોડ રૂપિયાની લોન લીધી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. એસબીઆઈએ કહ્યુ હતુકે, ચોક્સી અને તેના પરિવારનાં લોકોએ લોનનાં પૈસા ચુકવ્યા નથી. ત્યારબાદ બેંકની તરફથી નોટિસ મોકલવામાં આવેલી નોટિસ પણ પાછી આવી ગઈ હતી.

બ્રિટનની જેલમાં બંધ છે મોદી

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની અટકાયત 19 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. નીરવ મોદી બ્રિટનની જેલમાં છે. તેની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે સ્થાનિક વેડ્સવર્થ જેલમાં છે. યુકેના કાયદાના આધારે, અટકાયતની અવધિ વધારવા માટે દર ચાર અઠવાડિયા પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. કોર્ટે અગાઉ પણ ઘણી વખત નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી છે.

READ ALSO

Related posts

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

સોનભદ્રમાં 3000 ટન સોનું મળવાથી બેઘર થઈ જશે આટલા પરિવાર

Arohi

ટ્રમ્પના આગમન પહેલાં અમદાવાદમાં કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન, અમેરિકા જેવા બનાવેલા રસ્તાઓ પર ઉઠાવ્યા સવાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!