મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલે આજે ઓરેવા કંપની માલિક જયસુખ પટેલને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ આજે પુરા થતા ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ જયસુખ પટેલ 7 દિવસના રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં છે. આજે પોલીસ વધુ રિમાન્ડની માંગ કરી શકે છે.

આજે અનેક બાબતો સામે આવી શકે છે
મોરબી પુલ દુર્ઘટના મામલે આજે જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પુરા થવાના હોવાથી ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે કેટલીક ચોકાવનારી બાબતો સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા
મોરબીમાં ગત તા. 30 નવેમ્બર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ દુર્ઘટના મામલે જયસુખ પટેલે ગત 31મી જાન્યુઆરીના રોજ મોરબી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સ્ટેન્ડર કર્યુ હતું.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ