GSTV

ખેડૂતોને શાંત પાડવા MSP અંગે વટહુકમ, ખેડૂતોને રિઝવવા ભારતીય કિસાન સંઘને ઉતાર્યું મેદાનમાં

ખેડૂતો

મોદી સરકાર ખેડૂતોના આંદોલનને શાંત પાડવા માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સિસ્ટમમાં કોઈ ફેરફાર નહીં થાય એવો વટહુકમ બહાર પાડવા વિચારી રહી છે. સંસદના બજેટ સત્રમાં આ અંગેનો ખરડો પસાર કરવાની મોદી સરકારની યોજના છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ૩ ડીસેમ્બરે ખેડૂત આગેવાનોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તોમર એમએસપી અંગે વટહુકમ લાવવાની ખાતરી આપશે એવું સૂત્રોનું કહેવું છે.

ખેડૂતોના આંદોલનનો અંત લાવવા મોદી સરકારનો માસ્ટર પ્લાન

ખેડૂતો

મોદી સરકારે ખેડૂતોના આંદોલનનો અંત લાવવા માટે સંઘની સંસ્થા ભારતીય કિસાન સંઘને મેદાનમાં ઉતાર્યું હતું. સંઘે ખેડૂત આગેવાનો સાથે મળીને ત્રણ માગણીઓ સરકાર સ્વીકારે એવી ફોર્મ્યુલા બનાવી છે.

પાકની ખરીદી એમએસપીથી ઓછા ભાવે ના થાય એ મુખ્ય મુદ્દો છે. આ ઉપરાંત પાક ખરીદનાર દરેક વેપારી કે વ્યક્તિનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું તથા ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે એગ્રીકલ્ચર કોર્ટ બનાવવી એ બે અન્ય મુદ્દા છે. મોદી સરકાર આ ત્રણેય પગલાં ભરવા તૈયાર છે કે જેથી આંદોલન સમેટાઈ જાય અને વિપક્ષો રાજકીય લાભ ના લઈ જાય.

Read Also

Related posts

સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો

Pravin Makwana

અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!