GSTV

ગુજરાત સરકારનો મોટો નિર્ણય/ સરકારી નોકરીમાં પતિ-પત્નીને એક જગ્યાએ કે નજીકના સ્થળે મૂકવા આદેશ, પાંચ વર્ષનો નિયમ રદ

Last Updated on October 17, 2021 by Pravin Makwana

  • વહીવટી જરૂરિયાત તેમજ કામના હિતને ધ્યાનમાં લઇને 
  • એક વર્ષની સેવા પછી પણ બદલી કે જિલ્લા ફેરબદલી થઇ શકશે, પાંચ વર્ષની સેવા પૂર્ણ કરી હોવા અંગેનો વિભાગોનો આદેશ સમાપ્ત

ગુજરાત સરકારમાં રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતાં કર્મચારી દંપત્તિને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે અથવા નજીકના સ્થળે રાખવાનો આદેશ કરી તેમાં પાંચ વર્ષ પછી બદલી કરવાની સમયમર્યાદા નાબૂદ કરવામાં આવી છે. મહત્વના કિસ્સામાં એક વર્ષની સેવા પછી પણ આવી બદલી કરી શકાશે.

સચિવાલયના વિભાગોમાં અલગ રીતે થતા આદેશ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ સાથે સુસંગત નહીં હોવાથી આવો આદેશ બહાર પાડવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું છે કે જે કેસોમાં પતિ કે પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઇપણ જાહેર સાહસમાં નોકરી કરતાં હોય તેવા કેસોમાં શક્ય હોય ત્યાં સુધી બન્નેને એક જ જગ્યાએ રાખવાનો પ્રયાસ કરવામાં આવે.

bhupendra patel

સામાન્ય વહીવટ વિભાગના અગાઉના પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દિવ્યાંગ કર્મચારી તેમજ કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષની સેવા બજાવી હોય અને પુરૂષ કર્મચારીએ ઓછામાં ઓછી બે વર્ષની સેવા બજાવી હોય ત્યારે કરવામાં આવેલી અરજી ધ્યાને લેવામાં આવતી હતી.

નિયમિત તેમજ ફિક્સ પગારે નિયમિત ભરતી પ્રક્રિયાથી નિમણૂક પામેલા કર્મચારીઓ તેમજ દિવ્યાંગ કર્મચારીઓની બદલી માટે સામાન્ય વહીવટ વિભાગની આવી સૂચના અમલમાં હોવા છતાં કેટલાક વિભાગો દ્વારા આવા કર્મચારીઓના કિસ્સામાં પાંચ વર્ષની સેવા પૂર્ણ ન થાય તે પહેલાં બદલી કે જિલ્લા ફેરબદલી નહીં કરવાની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે જે સામાન્ય વહીવટ વિભાગની સૂચના સાથે સુસંગત નથી.

આથી હવે વહીવટી જરૂરિયાત તેમજ કામના હિતને ધ્યાનમાં લઇને શક્ય હોય ત્યાં સુધી પતિ અને પત્નીને એક જ સ્થળે રાખવા તેમજ દિવ્યાંગોની બદલી અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોનું તમામ વિભાગોએ પાલન કરવાનું રહેશે.

રાજ્ય સરકારના બોર્ડ-નિગમ અને અનુદાનિત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારી કે કર્મચારીની નોકરી મોટાભાગે બિન બદલીપાત્ર હોય છે, આવા સંજોગોમાં પતિ કે પત્ની જો રાજ્ય કે પંચાયત સેવામાં ફરજ બજાવતા હોય તો તેમને બદલીથી અથવા સમકક્ષ જગ્યાએ પ્રતિનિયુક્તિથી એક જ સ્થળે નિમણૂક આપવાની રહેશે.

વિભાગે વધુમાં જણાવ્યું છે કે નિયમિત ભરતી પ્રક્રિયાથી કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારીએ એક વર્ષ અને પુરૂષ કર્મચારીએ બે વર્ષની લેવા બજાવી હોય ત્યારે બદલી કરી શકાય તેવી જોગવાઇ છે પરંતુ પતિ કે પત્ની એક જ સ્થળે રાખી શકાય તેમ હોય તેવા કિસ્સામાં પુરૂષ કર્મચારીએ એક વર્ષની સેવા બજાવી હોય તો પણ બદલી કે જિલ્લા ફેરબદલી કરી શકાશે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Pritesh Mehta

પહેલા સોશિયલ મીડિયાથી સગીરાને ફસાવી, વિધર્મીનો ભાંડો ફૂટતા ધમકાવીને આચર્યું દુષ્કર્મ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!