GSTV
Home » News » રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને હથિયાર સાથે રાખવાનો થયો આદેશ

રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને હથિયાર સાથે રાખવાનો થયો આદેશ

રાજયમાં સંભવિત આતકી હુમલાને ધ્યાનમાં રાખી પોલીસ વડા શિવાનંદ ઝાએ મહત્વનો આદેશ કર્યો છે. રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ હથિયાર સાથે રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ વાહનમાં પણ હથિયાર સાથે રાખવાનું જણાવ્યું છે..તમામ પોલીસને પોતાના હથિયાર ચેક કારીને ચકાસણી કરી લેવી. જે પોલીસ કર્મીના હથિયારમાં ખામી દેખાય તો હેડ કવોટર્સમાં હથિયાર બદલી લેવાનો આદેશ કરાયો છે.

પોલીસ ને હથિયાર સાથે સજ્જ રહેવાની સૂચના રાજયના પોલીસ વડા દ્રારા આપવામાં આવી છે. કેન્દ્રના આઈબી ઇનપુટ મળ્યા છે. કે આતંકીઓ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના મોટા શહેરોમાં આતકી હુમલો કરી શકે તેવી સંભાવના છે. જેના પગલે રાજયની તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આઈબી ઇનપુટના આધારે ગુજરાતના પોલીસ વડાએ તમામ પોલીસને એલર્ટ કરી તેમની સાથે હથિયાર જોડે રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે.

તદ ઉપરાંત ગુજરાત બહારથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવું અને રાજ્યના મોટા શહેરોના બસ સ્ટેન્ડ. રેલવે, એરપોર્ટ ધાર્મિક સ્થળો સહિત હોટલો ખાતે ખાસ ચેકિંગ કરવું. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જે રીતે કેન્દ્ર સરકાર દ્રારા જમ્મુ કાશ્મીરમાંથી 370 આર્ટિકલ રદ કરવામાં આવ્યું છે તેને લઈને આતંકીઓ દેશના વિવિધ રાજ્યોમાં આતકી હુમલો કરીને દહેશતનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્ય દરિયાકિનારા સાથે સંકળાયેલો હોવાના પગલે આતંકીઓ દરિયાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ ના કરે તે માટે મરીન પોલીસ સહિત નેવીને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં તહેવારની સીઝન શરૂ થવાની છે તેવા આતંકી ગતિવિધિઓને રોકવા ગુજરાત પોલીસને એક્શન મોડમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva

અમિત ચાવડાનો આરોપ, સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!