GSTV

4 પોલીસને કોરોના : ACPની મંજૂરી પછી ટેસ્ટ કરાવવાના આદેશથી કચવાટ, રજા લેવા પર પણ મૂકાયો પ્રતિબંધ

ગુનેગારો સામે સતર્ક રહેતી પોલીસ ફરી વખત કોરોનાના રોગચાળા સામે સતર્ક બની છે. દિવાળીમાં લોકો બિન્દાસ્ત ફરતાં રહેતાં કોરોનાએ ફરી ઉછાળો માર્યો છે તેની અસર શહેર પોલીસમાં પણ જોવા મળી રહી છે. દિવાળી પહેલાં 20થી 25 પોલીસકર્મી કોરોનાગ્રસ્ત રહેતાં હતાં તે સંખ્યા વધીને 34 થઈ ગઈ છે.

ગણતરીના કલાકોમાં એકસાથે છ પોલીસકર્મી કોરોનાગ્રસ્ત થયાના મેસેજ

વાસણા પોલીસ સ્ટેશનમાં ગણતરીના કલાકોમાં એકસાથે છ પોલીસકર્મી કોરોનાગ્રસ્ત થયાના મેસેજ ફરતાં થતાં શહેર પોલીસમાં કોરોના સામેની સતર્કતા વધી ગઈ છે. બીજી તરફ, શહેરના પોલીસ સ્ટેશનોમાં કોઈ કર્મચારીને રજા લેવા પર પ્રતિબંધ ફરમાવીને એસીપીની મંજુરી પછી જ કોરોના ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશથી પોલીસકર્મીઓમાં કચવાટની લાગણી પ્રવર્તે છે.

અત્યાર સુધીમાં 850 એટલે કે 8.5 ટકા પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત બની ચૂક્યાં

અમદાવાદ શહેર પોલીસનું સંખ્યાબળ 10000નું છે. કોરોનાકાળના સાત જ મહિનામાં અત્યાર સુધીમાં 850 એટલે કે 8.5 ટકા પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત બની ચૂક્યાં છે. કોરોનાના પહેલા રાઉન્ડથી જ પોલીસમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ અટકવાનું નામ લેતું નથી. દિવાળી પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં જ પોલીસ તંત્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ઉછાળો આવતાં આ ટકાવારી નજીકના ભવિષ્યમાં 10 સુધી પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.

કોરોનાકાળના બીજા અને ગંભીર રાઉન્ડ વચ્ચે પોલીસની રજાઓ રદ કરી ફરજ પર હાજર થવાનો આદેશ

પોલીસ અિધકારી સુત્રોએ જણાવ્યું કે, હાલમાં કુલ 34 પોલીસ કર્મચારી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. આ આંકડો ઉમેરવામાં આવતાં કોરોનાગ્રસ્ત પોલીસકર્મીની સંખ્યા કુલ 850 થઈ ગઈ છે. તાજેતરમાં જ વાસણા પોલીસ સ્ટેશનમાંથી કુલ છ પોલીસ કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યાનું ટેસ્ટ કરાવવામાં આવ્યા પછી સ્પષ્ટ થઈ ચૂક્યું છે. દિવાળીના દિવસો દરમિયાન લોકો વચ્ચે રહીને પેટ્રોલિંગ ઉપરાંત સગા-સંબંધી અને સ્નેહીઓ સાથે સાલ મુબારકની મુલાકાતનો દોર રચાયા પછી કોરોનાનો ચેપ વધશે તેવી ભીતિ પોલીસ તંત્રમાં પણ જોવામાં આવી રહી છે.  કોરોના વધવાની ભીતિ વચ્ચે અિધકારીઓએ કરેલા આદેશથી પોલીસ તંત્રમાં કચવાટ પ્રવર્તી રહ્યો છે. કોરોનાકાળના બીજા અને ગંભીર રાઉન્ડ વચ્ચે પોલીસની રજાઓ રદ કરી ફરજ પર હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે.

એસીપીની મંજુરી બાદ જ કોરોના ટેસ્ટ કરાવવાના આદેશ કરવામાં આવ્યાં

બીજી તરફ, પોલીસ કર્મચારીઓ શરદી, તાવ કે શરીર તૂટી રહ્યું છે તેવા બહાના સાથે રજા ન લે તે માટે થઈને એસીપીની મંજુરી બાદ જ કોરોના ટેસ્ટ કરાવવાના આદેશ કરવામાં આવ્યાં છે. પોલીસ તંત્રમાં કચવાટ છે કે, કોરોનાના લક્ષણો હોય તેવી બિમારી જણાય તો પી.આઈ.ને જાણ કરવામાં આવે અને ટેસ્ટ કરાવવા પહોંચી જતાં હતાં.

એસીપીની ટેલીફોનિક મંજુરી લેવી પડે છે

પણ, હવે પીઆઈને જાણ કરવામાં આવે તે પછી એસીપીની ટેલીફોનિક મંજુરી લેવી પડે છે. કોઈ વખત આ મંજુરીમાં સમય જતો હોવાથી કોરોનાનું સંક્રમણ અન્ય પોલીસકર્મીમાં વધવાનો ભય સતાવતો રહે છે. એસીપીની મંજુરી પછી જ કોરોના ટેસ્ટ કરાવવાના આદેશ સામે કચવાટ વચ્ચે મોટાભાગના પોલીસ કર્મચારીઓ પ્રજાજનોથી દૂર રહીને જ પોતાની ફરજ બજાવવા મજબૂર બન્યાં છે.

પોલીસ ચેકિંગમાં વસ્ત્રાપુરમાં એક શખ્સ કોરોનાગ્રસ્ત જણાયો

પોલીસે જનતા કર્ફ્યૂ વચ્ચે શરૂ કરેલા ચેકીંગ દરમિયાન દંડ કે ગુનો નોંધતા પહેલાં કોરોના ટેસ્ટ કરાવવા નિર્ણય કર્યો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં નિયમભંગ કરીને નીકળેલા એક ટુ વ્હીલરચાલકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. આ વાહનચાલકને નજીકની કોરોના ટેસ્ટ છાવણી પર લઈ જવામા આવ્યો હતો. ટેસ્ટ દરમિયાન કોરોના જણાતાં આ વાહનચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે, આ વ્યક્તિને પોલીસે સ્પર્શ કર્યો નહોતો. વાહનચેકીંગ કે પેટ્રોલિંગ દરમિયાન લોકોનો સ્પર્શ નહીં કરવા પોલીસને સૂચના આપવામાં આવેલી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આંકડાની ગોલમાલ! ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ કરતાં પણ એક્ટિવ કેસ ઓછા, અમદાવાદમાં નવા 332 કેસ અને 10ના કરૂણ મોત

pratik shah

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

થઈ જાવ સાવધ! અમદાવાદના આ વિસ્તારની પરિસ્થિતિ વણસી, વધુ 18 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં: 16 સ્થળતો નદીપારના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!