GSTV

બર્ડ ફ્લૂની દહેશત/ દેશમાં અહીં મળ્યો સૌથી ખતરનાક કેસ, એકસાથે ઝૂના તમામ પક્ષીઓને મારવાના આદેશ

બર્ડ

Last Updated on January 10, 2021 by Bansari

ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઇ રહ્યો છે. લખનઉ ઝૂમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળ્યા બાદ ઝૂના બર્ડ સેક્શનને બંધ કરી દેવામાં આવ્યુ છે. બર્ડ હાઉસમાં લોકોના જવા પર રોક લગાવી દેવામાં આવી છે. સાથે જ કાનપુર ઝૂના તમામ પક્ષીઓને મારવાનો આદેશ પ્રશાસને આપ્યો છે. અહીં પણ કેટલાંક પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળ્યો છે. હાલ કાનપુર ઝૂને સીલ કરી દેવામાં આવ્યુ છે.

જણાવી દઇએ કે કાનપુર ઝૂમાં બર્ડ ફ્લૂનુ સંક્રમણ મળવા પર ઝૂને સીલ કરી દેવામાં આવ્યું છે. અહીં ચાર પક્ષીઓના મોતના રિપોર્ટમાં બર્ડ ફ્લૂના વાયરસ મળ્યા છે. કાનપુર કમિશ્નર રાજશેખરના આદેશ પર ઝૂની આસપાસના વિસ્તારને રેડઝોન ઘોષિત કરી દેવામાં આવ્યો છે. અહીં પ્રશાસન અને નિવાસી એલર્ટ થઇ ગયા છે.

તમામ પક્ષીઓને મારવાનો આદેશ

આ ઉપરાંત પ્રશાસને ઝૂના પક્ષીઓને પણ મારવાનો આદેશ ઝૂના પ્રશાસનને આપ્યો છે. આ ઝૂમાં બે દિવસમાં 10 પક્ષીઓના મોત નિપજ્યા છે જેમાંથી ચાર પક્ષીઓના સેમ્પલ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતાં. ત્યાંથી આવેલા રિપોર્ટમાં ચારેય પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળી આવ્યો છે.

બર્ડ

લખનઉ ઝૂમાં પણ એલર્ટ

કાનપુર ઝૂમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ લખનઉ ઝૂમાં પણ પ્રશાસન એલર્ટ થઇ ગયુ છે. લખનઉ ઝૂના બર્ડ સેક્શનને બંધ કરી દેવામાં આવ્યુ છે. આ સેક્શનમાં લોકોની એન્ટ્રી બંધ કરી દીધી છે. બર્ડ સેક્શનના સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યાં હવે સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.

બર્ડ

પ્રાણીઓને ચિકન આપવાનું બંધ કરાયુ

ઝૂ પ્રશાસને હવે ભોજન રૂપે પ્રાણીઓને ચિકન આપવાનું બંધ કરી દીધું છે. હવે પ્રાણીઓને ઇંડા આપવામાં આવી રહ્યાં છે અને તે પણ 20 મિનિટ સુધી બાફીને. બર્ડ ફ્લૂથી બચવા માટે પક્ષીઓને દવાઓ પણ આપવામાં આવી રહી છે.

Read Also

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!