GSTV
Porbandar ગુજરાત

માછીમારીની સીઝન 10 દિવસ વહેલી પૂરી કરવા આદેશ જારી, ચોમાસા પહેલાજ પૂર્ણ કરી સિઝન

પોરબંદર બંદર પરથી સમુદ્રમાં ફિશિંગ કરતી ફિશિંગ બોટને 1 જૂનથી 30 જુલાઈ સુધી સમુદ્રી ખેતી કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.માછીમારોને હાલના સંજોગોમાં માછીમારી કરાવી પોસાય તેમ નથી. તેથી ચોમાસા પહેલાજ પોતાની સિઝન પૂર્ણ કરી બોટને કિનારા પર લાંગરી દીધી છે.

માછીમારોએ અગાઉથી જ ડીઝલના ભાવ વધારા અને નબળી સિઝનના કારણે ફિશિંગ બોટ બંધ કરી હતી.માછીમારોને પાર્કિંગ અને ફાયર સેફટીની સુવિધા નહિ હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી.પોરબંદર બંદર પરથી લગભગ 4 હજાર 500 થી વધુ નાની મોટી ફિશિંગ બોટ અને હોડીઓ ફિશિંગ કરે છે.

ચોમાસા દરમિયાન 60 દિવસ વાતાવરણને કારણે ફરજિયાત વેકેશન અને બોટ રીપેરીંગ કામ કરવાનું હોય છે.આ વર્ષે ફેબ્રુઆરી માસથી ડિઝલના ભાવો આસમાને પહોંચતા માછીમારોએ 5 માસ અગાઉ જ ફિશિંગ વ્યવસાય સમેટી લીધો હતો.જેના કારણે માછીમારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.તો કેટલાક માછીમારો પાસે નાણાં નહીં હોવાથી બોટોને ભંગારમાં આપી દીધી હોવાનું જાણજજાણવા મળ્યું છે.

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના

Binas Saiyed
GSTV